જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક

પત્રકારત્વ તથા કોમ્યુનિકેશનમાં કારકિર્દી બનાવી આગળ વધવા માગતા યુવક-યુવતિઓ માટે..

તમારામાં જો લોકહિતની ભાવના હોય, દેશસેવાની ઝંખના હોય અને વ્યવસાય પણ એવો ઈચ્છતા હોવ કે જેમાં આ લાગણીની સંતુષ્ટિ થતી હોય તો પત્રકારત્વ ઉત્તમ વ્યવસાય છે. આ ઉપરાંત તમારી શક્તિઓ પણ સ્વતંત્રપણે ખીલી શકે એવું વાતાવરણ ઈચ્છતા હોવ તો જન મન ઈન્ડિયા એ ઉત્તમ માધ્યમ છે.

જન મન ઈન્ડિયા એક વિશિષ્ઠ પ્રકારનું ન્યૂઝપોર્ટલ છે, જે સ્વતંત્ર અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વના માર્ગે ચાલવા કટિબદ્ધ છે. આ પોર્ટલ લોકો માટે, લોકો દ્વારા તથા લોકોનુ બની રહે, તે દિશામાં સક્રિય છે. આ સંદર્ભમાં પત્રકારત્વમાં રૂચિ ધરાવતા તથા તેને કારકિર્દી બનાવી આગળ વધવા માગતા યુવક-યુવતિઓ શક્ય હોય ત્યાં સુધી પોતાના ગામેથી જ સેવાની સાથે વ્યવસાય કરી શકે, તેવા ઉમદા હેતુ સાથે  જન મન ઈન્ડિયા સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે સંનિષ્ઠ એવું એક મજબૂત ન્યૂઝ નેટવર્ક તૈયાર કરવાની દિશામાં સક્રિય છે. આ નેટવર્ક એટલે જન મન ઈન્ડિયા ન્યૂઝ નટવર્ક અને ગુજરાતભરમાં આદર્શ પત્રકારોને શોધવાનું, કેળવવાનું અને પ્રગતિના પંથે લઈ જવામાં સહાયક બનવાનું આ અભિયાન એટલે જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક મિશન.

ગુજરાતમાં એવા અનેક યુવક-યુવતિઓ છે, જેમની પાસે વિચાર છે, લોકસેવાની ભાવના છે, અભિવ્યક્તિની આવડત છે, પરંતુ તેઓની પાસે તેને વ્યક્ત કરવા માટેનું માધ્યમ નથી. આવા યુવક-યુવતિઓ જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક સાથે જોડાઈને પોતાના સ્વપ્નને સાકાર કરી સફળ વ્યવસાયિક કારકિર્દી બનાવી શકે છે. આ ન્યૂઝ નેટવર્કની યોજના અંગેની કેટલીક મહત્વની વિગતો આ પ્રમાણે છે.

જન મન મિત્ર (જિલ્લા સર્કલ)

 • પ્રત્યેક જિલ્લામાં જે તે ઉત્સુક યુવક કે યુવતિની પૃષ્ઠભૂમિ, રસ, વફાદારી, રેફરન્સ, અનુભવ અંગેની જાણકારી અનુસાર ‘જન મન મિત્ર (જિલ્લા)’ તરીકે તેની પસંદગી થશે. પ્રારંભિક તબક્કે નિમણૂંકની મુદ્દત એક વર્ષ માટેની રહેશે, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે આગળનો નિર્ણય કરાશે. ‘જન મન મિત્ર (જિલ્લા)’ની સંખ્યા જિલ્લામાં એકથી વધુ હોઈ શકે છે.

 • પસંદ કરાયેલા ‘જન મન મિત્ર (જિલ્લા)’ને અપાયેલી સત્તા, ફરજ તથા અધિકાર અંગેની સ્પષ્ટતા સાથેનું આકર્ષક ફોટો આઈડી કાર્ડ આપવામાં આવશે.

 • ‘જન મન મિત્ર (જિલ્લા)’ કોઈ પણ ઘટના કે સમાચારની પ્રાથમિક માહિતી જન મન ઈન્ડિયાને મોકલશે. જન મન ઈન્ડિયાની સંપાદકીય ટીમ દ્વારા પૂર્વ અંદાજિત ખર્ચ સાથે માન્ય કરાયેલી સ્ટોરીને ‘જન મન મિત્ર (જિલ્લા)’  તૈયાર કરીને મોકલશે.

 • ‘જન મન મિત્ર (જિલ્લા)’એ પ્રતિ માસ ઓછામાં ઓછી એક સ્પેશિયલ સ્ટોરી કરવાની રહેશે.

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલ પર અપલોડ કરાયેલી સ્ટોરીનું વળતર પૂર્વ અંદાજિત ખર્ચને ધ્યાનમાં રાખીને હકીકતમાં થયેલા ખર્ચ પ્રમાણે ચૂકવવામાં આવશે.

 • ‘જન મન મિત્ર (જિલ્લા)’ ઓછામાં ઓછા 10 ‘જન મન મિત્ર (તાલુકા)’ની ટીમ તૈયાર કરશે.

 • ‘જન મન મિત્ર (જિલ્લા)’ જન મન ઈન્ડિયાના કાર્યક્રમને અનુરૂપ સમાજના અગ્રણીઓ સાથે સંકલન કરશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા અપાતી માહિતીને તે પોતાના ‘જન મન મિત્ર (તાલુકા)’ને એસએમએસ / વોટ્સએપ દ્વારા મોકલશે.

 • અધિકૃત ઉમેદવારને નિર્ધારિત કરાયેલું વળતર, પ્રોત્સાહન અને માન્યતા આપવામાં આવશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા નિયત કરાયેલી જવાબદારી તેઓ સંભાળશે. આ સંજોગોમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીને અનુરૂપ નિયમાનુસાર ચૂકવણી કરવામાં આવશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા યોજાતા સર્વેક્ષણોમાં તેઓની સક્રિયતા અપેક્ષિત રહેશે.

 • આવક ઊભી કરવા માટે જન મન ઈન્ડિયા પોતાના વિવિધ કાર્યક્રમો કે યોજનાઓમાં ‘જન મન મિત્ર (જિલ્લા)’ને લાભ મળે તે હેતુથી પરસ્પરની સંમતિ અને સક્રિયતા અનુસાર અગ્રિમતા આપશે.

 • તેઓ જન મન ઈન્ડિયા અને તેના કાર્યક્રમોનો સ્વૈચ્છિક રીતે પ્રચાર અને પ્રસાર કરશે.

જન મન મિત્ર (તાલુકા સર્કલ)

 • પ્રત્યેક તાલુકામાં જે તે ઉત્સુક યુવક કે યુવતિની પૃષ્ઠભૂમિ, રસ, વફાદારી, રેફરન્સ, અનુભવ અંગેની જાણકારી અનુસાર ‘જન મન મિત્ર (તાલુકા)’ તરીકે તેની પસંદગી થશે. પ્રારંભિક તબક્કે નિમણૂંકની મુદ્દત એક વર્ષ માટેની રહેશે. બાદમાં કામગીરીના મૂલ્યાંકનના આધારે આગળનો નિર્ણય કરાશે. ‘જન મન મિત્ર (તાલુકા)’ની સંખ્યા તાલુકામાં એકથી વધુ હોઈ શકે છે.

 • પસંદ કરાયેલા ‘જન મન મિત્ર (તાલુકા)’ને અપાયેલી સત્તા, ફરજ તથા અધિકાર અંગેની સ્પષ્ટતા સાથેનું આકર્ષક ફોટો આઈડી કાર્ડ આપવામાં આવશે.

 • ‘જન મન મિત્ર (તાલુકા)’ કોઈ પણ ઘટના કે સમાચારની પ્રાથમિક માહિતી જન મન ઈન્ડિયાને મોકલશે. જન મન ઈન્ડિયાની સંપાદકીય ટીમ દ્વારા પૂર્વ અંદાજિત ખર્ચ સાથે માન્ય કરાયેલી સ્ટોરીને ‘જન મન મિત્ર (તાલુકા)’ તૈયાર કરીને મોકલશે.

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલ પર અપલોડ કરાયેલી સ્ટોરીનું વળતર પૂર્વ અંદાજિત ખર્ચને ધ્યાનમાં રાખીને હકીકતમાં થયેલા ખર્ચ પ્રમાણે ચૂકવવામાં આવશે.

 • ‘જન મન મિત્ર (તાલુકા)’ ઓછામાં ઓછા 20 ‘જન મન મિત્ર (ગ્રામ)’ની ટીમ તૈયાર કરશે.

 • ‘જન મન મિત્ર (તાલુકા)’ જન મન ઈન્ડિયાના કાર્યક્રમને અનુરૂપ સમાજના અગ્રણીઓ સાથે સંકલન કરશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા અપાતી માહિતીને તે પોતાના ‘જન મન મિત્ર (ગ્રામ)’ને એસએમએસ / વોટ્સએપ દ્વારા મોકલશે.

 • અધિકૃત ઉમેદવારને નિર્ધારિત કરાયેલું વળતર, પ્રોત્સાહન અને માન્યતા આપવામાં આવશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા નિયત કરાયેલી જવાબદારી તેઓ સંભાળશે. આ સંજોગોમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીને અનુરૂપ નિયમાનુસાર ચૂકવણી કરવામાં આવશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા યોજાતા સર્વેક્ષણોમાં તેઓની સક્રિયતા અપેક્ષિત રહેશે.

 • આવક ઊભી કરવા માટે જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક પોતાના વિવિધ કાર્યક્રમો કે યોજનાઓમાં ‘જન મન મિત્ર (તાલુકા)’ને લાભ મળે તે હેતુથી પરસ્પરની સંમતિ અને સક્રિયતા અનુસાર અગ્રિમતા આપશે.

 • તેઓ જન મન ઈન્ડિયા અને તેના કાર્યક્રમોનો સ્વૈચ્છિક રીતે પ્રચાર અને પ્રસાર કરશે.

જન મન મિત્ર(ગ્રામ સર્કલ)

 • પ્રત્યેક ગામમાં જે તે ઉત્સુક યુવક કે યુવતિની પૃષ્ઠભૂમિ, રસ, વફાદારી, રેફરન્સ, અનુભવ અંગેની જાણકારી અનુસાર ‘જન મન મિત્ર (ગ્રામ)’ તરીકે તેની પસંદગી થશે. પ્રારંભિક તબક્કે નિમણૂંકની મુદ્દત એક વર્ષ માટેની રહેશે, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે આગળનો નિર્ણય કરાશે. ‘જન મન મિત્ર (ગ્રામ)’ની સંખ્યા ગામમાં એકથી વધુ હોઈ શકે છે.

 • પસંદ કરાયેલા ‘જન મન મિત્ર (ગ્રામ)’ને અપાયેલી સત્તા, ફરજ તથા અધિકાર અંગેની સ્પષ્ટતા સાથેનું આકર્ષક ફોટો આઈડી કાર્ડ આપવામાં આવશે.

 • ‘જન મન મિત્ર (ગ્રામ)’ કોઈ ઘટના કે સમાચારની પ્રાથમિક માહિતી જન મન ઈન્ડિયાને મોકલશે. જન મન ઈન્ડિયાની સંપાદકીય ટીમ દ્વારા પૂર્વ અંદાજિત ખર્ચ સાથે માન્ય કરાયેલી સ્ટોરીને ‘જન મન મિત્ર (ગ્રામ)’ તૈયાર કરીને મોકલશે.

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલ પર અપલોડ કરાયેલી સ્ટોરીનું વળતર પૂર્વ અંદાજિત ખર્ચને ધ્યાનમાં રાખીને હકીકતમાં થયેલા ખર્ચ પ્રમાણે ચૂકવવામાં આવશે.

 • ‘જન મન મિત્ર (ગ્રામ)’ જન મન ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલના કાર્યક્રમને અનુરૂપ સમાજના અગ્રણીઓ સાથે સંકલન કરશે.

 • અધિકૃત ઉમેદવારને નિર્ધારિત કરાયેલુ વળતર, પ્રોત્સાહન અને માન્યતા આપવામાં આવશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા નિયત કરાયેલી જવાબદારી તેઓ સંભાળશે. આ સંજોગોમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીને અનુરૂપ નિયમાનુસાર ચૂકવણી કરવામાં આવશે.

 • જન મન ઈન્ડિયા દ્વારા યોજાતા સર્વેક્ષણોમાં તેઓની સક્રિયતા અપેક્ષિત રહેશે.

 • આવક ઊભી કરવા માટે જન મન ઈન્ડિયા પોતાના વિવિધ કાર્યક્રમો કે યોજનાઓમાં ‘જન મન મિત્ર (ગ્રામ)’ને લાભ મળે તે હેતુથી પરસ્પરની સંમતિ અને સક્રિયતા અનુસાર અગ્રિમતા આપશે.

 • તેઓ જન મન ઈન્ડિયા અને તેના કાર્યક્રમોનો સ્વૈચ્છિક રીતે પ્રચાર અને પ્રસાર કરશે.

 • તેઓ ગામમાં ચેનલ માટેનો સકારાત્મક માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરશે.

સામાન્ય નીતિ-નિયમો

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક સાથે સંકળાયેલા ‘જન મન મિત્ર (ગ્રામ)’, ‘જન મન મિત્ર (તાલુકા)’ કે ‘જન મન મિત્ર (જિલ્લા)’એ અધિકૃત માહિતી જ મોકલવાની રહેશે.

 • અનઅધિકૃત માહિતી મોકલનાર જન મન મિત્ર સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

 • માહિતી, સમાચાર કે ન્યૂઝ સ્ટોરીને પ્રકાશિત કરવી કે નહીં અથવા ક્યા એંગલથી કરવી વગેરે બાબતોના તમામ અધિકાર જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્કની સંપાદકીય ટીમ પાસે રહેશે.

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક સાથે સંકળાયેલા કોઈ પણ જન મન મિત્ર ‘જન મન ઈન્ડિયા’ના કર્મચારી ગણાશે નહીં.

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક તરફથી આપવામાં આવેલા ઓળખપત્ર અને દરજ્જાનો ઉપયોગ ફક્ત પત્રકારત્વના હેતુસર જ કરવાનો રહેશે. જો કોઈ જન મન મિત્ર તેનો દુરુપયોગ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક સાથે લાંબા સમયગાળા સુધી કાર્યરત જન મન મિત્રને વધુ પ્રોત્સાહક લાભો માટે લાયક ગણવામાં આવશે.

 • જન મન મિત્ર દ્વારા મોકલવામાં આવેલ અને ન્યૂઝ પોર્ટલ પર અપલોડ કરાયેલ માહિતી પર જન મન ઈન્ડિયાનો અધિકાર રહેશે.

 • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્કના તમામ નીતિ-નિયમો સ્વીકાર્ય હશે તે જ આ નેટવર્ક સાથે જોડાઈ શકશે.

 • પત્રકારત્વ એ ખૂબ જવાબદારી સાથે કર્તવ્ય બજાવવાનું ક્ષેત્ર હોવાથી દરેક જન મન મિત્રએ જાગૃત રહેવું પડશે કે તેના આચરણથી જાહેરહિત કે સંસ્થાને નુકશાન ન થાય.

 • જન મન મિત્ર તરીકે નિમણૂંક આપવી કે ન આપવી તેનો અધિકાર જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્કનો રહેશે.

 • કોઈપણ જન મન મિત્ર સામે તેની કોઈ પ્રવૃતિ બદલ કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી ચાલતી હશે તો તેમાં જન મન ઈન્ડિયા જવાબદાર રહેશે નહીં અને તેવા સંજોગોમાં ગુન્હાને ધ્યાને રાખી તેની નિમણૂંક રદ પણ થઈ શકે છે.

 • જન મન મિત્રએ પત્રકારત્વની આદર્શ આચારસંહિતા તથા જન મન ઈન્ડિયાના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે.

 • આ યોજનાના નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્કનો છે અને જરૂરિયાત મુજબ તે કોઈપણ નોટિસ આપ્યા વગર ફેરફાર કરી શકે છે.

જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક ગ્રામ્ય, તાલુકા તથા જીલ્લાસ્તરે તૈયાર થઈ રહ્યું હોઈ ઉત્સુક ઉમેદવારોએ પોતાની વિગતો સાથે જન મન ઈન્ડિયાનો સંપર્ક કરવા વિનંતી છે.

સંપર્ક – hr@janmanindia.com