આજે ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 લોકસભા સીટ માટે મતદાન શરૂ થઈ ગયું છે. જે રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં બિહારની 5 , ઝારખંડની 3, મઘ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની 13 અને પશ્ચિમ બંગાળની 8 સીટો માટે મતદાન શરૂ થઇ રહ્યું છે. આ તબક્કામાં 12 કરોડ 79 લાખ મતદારો છે અને 943 ઉમેદવારો મેદાનમાં છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે છિંદવાડામાં શિકારપુરમાં મતદાન કર્યું. સીપીઆઈના ઉમેદવાર કન્હૈયાએ બેગૂસરાયમાં મતદાન કર્યું. તો ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઈમાં કપ પરેડ વિસ્તારમાં મતદાન કર્યું. ફિલ્મ અભિનેત્રી રેખાએ મુંબઈના બાંદ્રામાં મતદાન કર્યું. ભાજપના લોકસભાના સાંસદ પરેશ રાવલે પત્ની સ્વરુપ સંપત સાથે વિલે પાર્લેમાં મતદાન કર્યું. ઉત્તરપ્રદેશના ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિ કિશને મુંબઈના ગોરેગાંવમાં મતદાન કર્યું છે.
લોકસભા ચૂંટણી 2019ના ચોથા ચરણ માટે આજે દેશની 72 સીટો પર મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળની 8 સીટો પર પણ સવારે જ મતદાન શરૂ થયુ છે. અહીં એક વાર ફરી મતદાન દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. આસનસોલમાં ટીએમસી અને ભાજપ સમર્થક આમને-સામને આવી ગયા હતા, જ્યાર બાદ પોલસે લાઠીચાર્જ કરવો પડ્યો. અહીં પોલિંગ બુથમાં ભાજપ નેતા બાબુલ સુપ્રીયો પણ કેટલાક લોકો સાથે ભીડાતા જોવા મળ્યા.
12 વાગ્યા સુધીનું મતદાન
ઝારખંડ 29.21%
રાજસ્થાન 29.36%
બિહાર 18.26%
કાશ્મીર 3.74%
મધ્ય પ્રદેશ 28.14%
ઓડિશા 19.67%
મહારાષ્ટ્ર 17.28%
વેસ્ટ બંગાળ 35.10%
ઉત્તર પ્રદેશ 21.18%