લોકસભા ચૂંટણીના ચોથા ચરણ અંતર્ગત નવ રાજ્યોની 71 લોકસભા સીટો પર 29 એપ્રિલે મતદાન થશે. તેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની 13-13 સીટ, પશ્ચિમ બંગાળની આઠ, બિહારની પાંચ, જમ્મુ-કાશ્મીરની એક, ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની સાત, ઓડિશાની છ સીટો સામેલ છે.
આ સીટો પર ચૂંટણી લડી રહેલા 982 ઉમેદવારોને લઈ જાહેર એડીઆરની રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. એડીઆરની રિપોર્ટ અનુસાર, 982માંથી 210 એટલે કે 23 ટકા ઉમેદવારો પર અપરાધિક કેસ નોંધાયેલા છે. તેમાંથી 17 ટકા એટલે કે 158 ઉમેદવારો પર તો ગંભીર અપરાધિક કેસ નોંધાયેલા છે. એડીઆરે ઉમેદવારોના નોમિનેશન સમયે દાખલ કરેલા શપથ પત્રના આધાર પર આ રિપોર્ટ જાહેર કર્યો છે.
આંકડા પર એક નજર
12 ઉમેદવાર એવા છે, જેમના પર અપરાધ સાબિત થઈ ચુક્યો છે.
05 ઉમેદવારો પર હત્યાના આરોપ
24 ઉમેદવારો પર હત્યાના પ્રયાસનો આરોપ
04 ઉમેદવારો પર ખંડણી માટે અપહરણનો આરોપ
21 ઉમેદવારો પર મહિલા વિરુદ્ધ અપરાધના આરોપ
16 ઉમેદવારો પર નફરત ફેલાવનારા ભાષણ આપવાનો આરોપ
સૌથી વધારે અપરાધિક કેસ ભાજપના ઉમેદવારો પર
સૌથી વધારે અપરાધિક કેસ ભાજપના ઉમેદવારો પર
પાર્ટી ઉમેદવાર અપરાધિક કેસ ગંભીર આરોપ
ભાજપ 57 25 20
બસપા 54 11 10
કોંગ્રેસ 57 18 09
શિવસેના 21 12 09
નિર્દલીય 345 60 45