ચોકીદાર ચોર વાળા નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી અફસોસ વ્યક્ત કર્યા બાદ પણ ઓછી થતી નથી દેખાઈ રહી. રાહુલ ગાંધીની ટિપ્પણીના વિરુદ્ધ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ અવમાનના અરજી દાખલ કરી, જે મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મીનાક્ષી લેખી તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ કોર્ટેને જણાવ્યું રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર ફક્ત અફસોસ વ્યક્ત કર્યો છે, માફી નથી માંગી. જ્યાર બાદ કોર્ટે રાહુલ ગાંધીને અવમાનના નોટિસ જાહેર કરી દીધી.
રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપવાળી પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર થયા બાદ રાહુલ ગાંધીએ ક્હ્યું કે કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર છે. કોર્ટ તરફથી રાહુલના આ નિવેદન પર આપત્તિ બાદ તેમને અવમાનના નોટિસ મોકલી હતી. જેના પર જવાબ દાખલ કરતા રાહુલ ગાંધીએ નિવેદન મામલે અફસોસ વ્યક્ત કર્યો છે.
જો કે, રાહુલના આ જવાબથી ભાજપ નાખુશ દેખાઈ. ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ આ સંબંધમાં કોર્ટમાં અપીલ કરી જેના પર મંગળવારે સુનાવણી થઈ. લેખી તરફથી હાજર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે રાહુલે માફી નથી માંગી, અફસોસ વ્યક્ત કર્યો છે. તેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે હજુ સુધી તેઓએ રાહુલ ગાંધીનો જવાબ નથી વાંચ્યો. સીજેઆઈએ મીનાક્ષી લેખીના વકીલને કહ્યું કે તમે વાંચીને જણાવો.
આજની સુનાવણી પુરી કરતા કોર્ટે મુકુલ રોહતગીને કહ્યું કે રાહુલ ગાંધીના સોગંદનામા પર પોતાનો જવાબ દાખલ કરે. આ કહેતા કોર્ટે અવમાનના કેસની સુનાવણી માટે મંગળવાર(30 એપ્રિલ)નો દિવસ નક્કી કર્યો છે.