એક તરફ પીએમ મોદીએ અમરેલીમાં મતદારોને રીઝવ્યા તો બીજી તરફ રાહુલ ગાંધીએ રોજગારી અને ખેડૂતો જેવા મુદ્દાને લઇને ગ્રામીણ મતદાતાઓને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો હતો, આજે અમરેલીમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધ્યા બાદ જૂનાગઢના વંથલીમાં કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું હતું. વંથલીમાં રાહુલ ગાંધીની સભા યોજાઇ હતી.
જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી બે હિન્દુસ્તાન બનાવે છે એક નીરવ મોદી, માલ્યાવાળુ અને બીજું ગબ્બરસિંહ, ટેક્સવાળું. ચોક્કસ એ લોકોના દેવા માફ થાય છે તો ખેડૂતોના કેમ નહીં. નરેન્દ્ર મોદીએ પહેલીવાર રોજગારી નષ્ટ કરી દીધી છે. અમે ગબ્બરસિંહ ટેક્સને પણ અમે સાચા જીએસટીમાં બદલી નાંખીશું. દેશનો ઝંડો એક છે તો અમે બે હિન્દુસ્તાનને થવા નહીં દઇએ.
કોંગ્રેસની સરકાર બનાવો 10 દિવસમાં દેવું માફ. દેશના ખેડૂતોનું મોદી દેવું માફ કરતા નથી. ગરીબી પર કોંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઇક, વર્ષે 72 હજાર આપીશું. ન્યાયની સરકાર બનાવવી છે કે અનિલ અંબાણીની સરકાર?. વિપક્ષ પર આકરાં પ્રહારો કરતા કહ્યુ કે નરેન્દ્ર મોદીએ પહેલીવાર રોજગારી નષ્ટ કરી દીધી છે.
મોદીએ નોટબંધી વખતે માતા, બહેનોને બેંકની લાઇનમાં ઉભા રાખી દીધા. બેંકના ચોર કેમ બેંકની લાઇનમાં ન દેખાયા. અમે ગરીબના ખાતામાં દર વર્ષે 72 હજાર નાંખીશું. ચોકીદારે માતા, બહેનો અને ખેડૂતો પાસેથી જ ચોરી કરી છે. તમને મિત્રો કહે છે. અંબાણી અને નીરવને ભાઇ કહે છે એટલે ફાયદો બધો ભાઇઓને મળે છે.
દેવું ન ભરી શકનાર કોઇ પણ ખેડૂતને અમે જેલ નહીં જવા દઇએ. જે દિવસે અનિલ અંબાણી જેલમાં જશે તે દિવસે ખેડૂતોને જેલમાં જવા દઈશું. અમે બે બજેટ બનાવીશું એક નેશનલ બજેટ અને એક ખેડૂતોનું બજેટ. વર્ષની શરૂઆતમાં જ દરેક ખેડૂતોને અમે બજેટ વિશે આખી માહિતી આપી દઇશું.