અમદાવાદ : છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી આયોગ દ્વારા મતદાનની ટકાવારીની ફાઇનલ યાદી જાહેર કરાઇ હતી. રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં 51.85 ટકા મતદાન થયું હતું. 6 મહાનગર પાલિકામાં સ્ત્રીઓ કરતા પુરુષોનું મતદાન વધારે રહ્યું હતું.
પુરુષ મતદારોની ટકાવારી માં 48.73 ટકા મતદાન થયું છે. સ્ત્રી મતદારો દ્વારા 42.18 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં નોંધાયું છે. જામનગરમાં 53.64 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા મતદાન નોંધાયું હતું.
સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન નોંધાયું છે. વડોદરા મહાનગર પાલિકામાં 47.99 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટ મહાનગરપાલિકામાં 50.75 ટકા મતદાન નોંધાયું હતું. ભાવનગરમાં 49.47 ટકા મતદાન નોંધાયું હતું. જો કે મતદાનનો ટ્રેન્ડ જોતા આ વખતે તમામ પક્ષો પણ વિમાસણમાં મુકાયા હતા. મતદાનની ટકાવારીના ગ્રાફમાં છેલ્લા ત્રણ ટર્મ પર નજર કરીએ તો સતત ઘટાડો થઇ રહ્યો છે.