પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ગુરૂવારે બીજિંગમાં આયોજિત બેલ્ટ એન્ડ રોડ સમિટમાં સામેલ થવા ચાર દિવસીય પ્રવાસ દરમિયાન ચીન પહોંચ્યા હતા. ચીનમાં તેમનો આ બીજો પ્રવાસ છે. આ પહેંલા ઇમરાન નવેમ્બરમાં અહિંયા આવ્યા હતા.
બીજિંગમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી ઇમરાન ખાનનુ જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તે જોઇને કોઇને એવું ન લાગ્યું કે પાકિસ્તાન ચીનનો જીગરી દોસ્ત છે. જ્યારે ઇમરાન ખાન પહોંચ્યા ત્યારે તેઓનુ સ્વાગત કરવા કોઇ મોટાં અધિકારી નહીં પરંતુ ચીનના મેયર પહોંચ્યા હતા.
તેઓને રિસીવ કરવા માટે બીજિંગના મ્યુ.કમિટિના ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગ પહોંચ્યા હતા. તેમની સાથે પાકિસ્તાનમાં ચીની રાજદૂત યાઓ જીંગ અને ચીનમાં પાકિસ્તાની રાજદુત મસુદ ખાલિદ ત્યાં હાજર રહ્યા હતા.
પ્રીમિયરની સાથે રેલમંત્રી રાશિદ અહેમદ, જલમંત્રી મોહમ્મદ ફૈસલ વાવડા, વિત્તીય સલાહકાર ડો. અબ્દુલ હાફિઝ શેખ સહિત ઘણાં મંત્રી પણ ચીનના પ્રવાસ પર પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી ઇમરાન ખાને પ્રવાસ પર જતા પહેલાં કહ્યુ કે " ચીન અમારો સૌથી નજીકનો મિત્ર છે અને અમારો ભાઇ પણ છે. હું મારા સૌથી સારાં મિત્ર શી જિનપિંગને મળવા માટે ખુબજ ઉત્સુક છું."
પાકના પીએમ ચીન સાથેની દોસ્તીના ગુણગાન ગાતા બિલકુલ થાકતા નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, " ચીન સાથેની મિત્રતા અમારા લોકોના દિલ અને દિમાગમાં વસી ગઇ છે. કોઈપણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી તે પ્રભાવિત નહીં થાય."