નવી દિલ્હીઃ ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બુધવારે મોડી રાત્રે જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાથી બચાવી લીધો. તેના પર રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે મોદી નબળા છે અને તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરે છે.
જ્યારે ચીને ભારતનો વિરોધ કર્યો તો મોદીના મોઢામાંથી એક શબ્દ પણ નથી નિકળ્યો. તેના પર ભાજપે જવાબ આપ્યો કે વિદેશ નીતિ ટ્વીટરથી નથી ચાલતી. 10 વર્ષમાં આ ચોથી વખત છે જ્યારે ચીને મસૂદના મુદ્દા પર પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો.
રાહુલે ટ્વીટમાં મોદીની ચીનને લઈ કુટનીતિ પણ સમજાવી. તેઓએ કહ્યું- મોદીએ શી ને ગુજરાતમાં ફેરવ્યા, દિલ્હીમાં તેઓને ગળે લગાવ્યા અને ચીનમાં તેમના આગળ જુકી ગયા.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, 'રાહુલજી, ભારતને જ્યારે પીડા થાય છે તો તમને ખુશી કેમ થાય છે? તમારી અને અમારી રાજનીતિમાં અંતર હશે, વિરોધ થશે, પરંતુ શું એક આતંકીનો બચાવ થવા પર પણ તમે આવુ વર્તન કરી રહ્યા છો? આજકાલ પોતાને પાક મીડિયામાં જોઈને તમને ઘણી ખુશી થતી હશે. જ્યારે રાગ દરબારીમાં એક સુર લાગે છે તો તમામ લોકો તે જ સુર ગાય છે.'
રવિશંકરે કહ્યું- 2009માં યૂપીએ સરકારના સમયમાં ચીને એ જ ટેક્નીકલ ઑબ્જેક્શન લગાવ્યું હતુ, તે સમયે શું તમે કોઈ ટ્વીટ કે કોમેન્ટ કરી હતી?