जन मन INDIA
slider news ભારત

ચક્રવાત નિસર્ગઃ રેડ એલર્ટ પર મુંબઈ, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે પવન

બુધવારે એટલે કે 3 જૂને મહારાષ્ટ્રના કીનારાના વિસ્તારોમાં ચક્રવાત નિસર્ગ દસ્તક આપી શકે છે. હવામાન વિભાગે મુંબઈ અને આસ-પાસના જિલ્લાને હાઈ એલર્ટ પર રાખ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર સાથે વીડિયો કૉન્ફ્રસિંગ પર વાત કરી છે અને રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરી છે.

એનડીઆરએફએ જાણકારી આપી કે રાજ્યના સૌથી વધારે પ્રભાવિત થનારા જિલ્લામાં 9 દળ તૈનાત કરી દેવામાં આવ્યા છે. ત્રણ દળ મુંબઈમાં, બે પાલઘર, એક ઠાણે, એક રાયગઢ, એક રત્નાગિરી અને એક સિંધુદુર્ગમાં એનડીઆરએફે બચાવકાર્ય દળ તૈનાત કરી દીધા છે.

એનડીઆરએફ મહારાષ્ટ્ર સરકારના રાહત અને પુનર્વસન વિભાગ સાથે મળીને કામ કરી રહ્યા છે. એનડીઆરએફ આ જિલ્લાના સ્થાનીક અધિકારીઓ સાથે મળીને પહેલાથી પોતાની તૈયારીમાં લાગ્યા છે.

એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ એસ એન પ્રધાને કહ્યું કે, નિસર્ગ એક ભયાનક ચક્રવાત છે અને 90-100 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી પવન ફુંકાવાની શક્યતા છે. પ્રધાને જણાવ્યું કે તે પોતાની ટીમ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતના કિનારાના વિસ્તારોની આસ-પાસથી લોકોને કાઢવાનું કામ કરી રહ્યા છે.

Related posts

ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ચીજોનું સેવન કરવું, શુગર લેવલ રહેશે નિયંત્રિત

madhuri rathod

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

Leave a Comment