કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે ભારતે વારં-વાર પાકિસ્તાનને કહ્યું કે તે ગેરકાયદે કબજાવાળા તમામ વિસ્તારોને તત્કાલ ખાલી કરે, ઈસ્લામાબાદથી ગયા મહિને પણ આ વાત કહેવામાં આવી હતી.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક સવાલના જવાબમાં કહ્યું કે ભારતનો હંમેશાથી અને સૈદ્ધાંતિક મત રહ્યો છે કે આખુ જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનું અભિન્ન ભાગ રહ્યો છે અને સદૈવ રહેશે. પાકિસ્તાને અવૈધ રૂપથી ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો લગભગ 78,000 વર્ગ કિલોમીટરનો વિસ્તાર કબજે કરી રાખ્યો છે.
સુષ્માએ પોતાના લેખિત જવાબમાં જણાવ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે 2 માર્ચ 1963એ થયેલા તથાકથિત સરહદ કરાર અંતર્ગત ઈસ્લામાબાદે જમ્મુ-કાશ્મીરમાં કબ્જાવાળા ભારતીય ક્ષેત્રના 5180 વર્ગ કિલોમીટરના ભાગને ચીનને સોંપી દીધો હતો.
તેઓએ જણાવ્યું કે અમે સતત અને વારં-વાર પાકિસ્તાનને કહેતા રહ્યા છીએ કે તે ગેરકાયદે કબજેવાળા તમામ વિસ્તારોને તત્કાલ ખાલી કરી દે. 30 નવેમ્બર 2018એ પણ આ વિશે તેની પાસે આ માંગ કરવામાં આવી હતી. જો કે તેઓએ જવાબમાં એ ન જણાવ્યું કે પાકિસ્તાનની સાથે આ મુદ્દો ક્યાં ઉઠાવવામાં આવ્યો. તેઓએ પોતાના જવાબમાં જોર આપીને કહ્યું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના એક વિસ્તાર પર જબરજસ્તીથી કબ્જો કરીને બેઠુ છે.
દોકલામમાં વર્ષ 2014-18 વચ્ચે ઘુસપેઠની સંખ્યા સંબંધી સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહે જણાવ્યું કે દોકલમ ભૂટનનો ભાગ છે. સરકાર ચીન તરફથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના ઉલંઘનના મુદ્દાને સ્થાપિત તંત્ર અને રાજદ્વારી ચેનલો મારફતે ઉઠાવતી રહી છે. રાફેલ વિમાનોની ખરીદી માટે ફ્રાન્સ સરકારની સાથે વિદેશ મંત્રાલય કે કોઈ અધિકારીના સામેલ થવા કે કોઈ કરાર પર હસ્તાક્ષર કરવા સંબંધી સવાલ પર સિંહે ન મા જવાબ આપ્યો.