ગુર્જરોએ અનામતને લઈ પોતાનું 9 દિવસ જુનુ આંદોલન શનિવારે સમાપ્ત કરી દીધું. ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલાએ રાજ્ય સરકાર પાસેથી લેખિત આશ્વાસન મળ્યા બાદ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી અને આંદોલનકારીઓને વિનંતી કરી તમામ રસ્તાઓ તેમજ રેલમાર્ગ ખોલવા માટે કહ્યું.
આ પહેલા રાજ્ય સરકાર તરફથી પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે એક લેખિત આશ્વાસન ગુર્જર નેતાઓને સોંપ્યુ હતુ. બૈંસલાના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારે આ આશ્વાસન આપ્યું છે કે વિધાનસભામાં પસાર બિલને જો કોઈ કાયદાકીય પડકાર મળે છે તો સરકાર તેમનો સાથ આપશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાએ ગુર્જર સહિત પાંચ જાતીઓને અનામત સંબંધી બિલ બુધવારે પસાર કરી દીધુ હતુ. આ વિશે અધિસૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ગુર્જર નેતા સરકાર પાસેથી લેખિતમાં આશ્વાસન માંગતા હતા કે જો બિલને ક્યાંક કાયદાકીય પડકાર આપવામાં આવે છે તો સરકાર તેમનો સાથ આપશે. ગુર્જર આંદોલન સમાપ્ત થવાથી રાજ્યામાં રેલ તેમજ માર્ગ યાતાયાત સુચારુ થવાની આશા છે.
ગુર્જરોએ આંદોલન દરમિયાન રેલના પાટા અને હાઈવેને રોકી લીધો હતો, જેના કારણે મોટી સંખ્યામાં ટ્રેનો રદ્દ કરવામાં આવી. લગભગ 65 હજાર યાત્રીઓની યાત્રા રદ્દ થઈ છે. જેના કારણે રેલવેને પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું. રેલવેને તેના કારણે 1 કરોડ 68 લાખ રૂપિયા પરત આપવા પડ્યા છે.