ગુજરાતના છોટા ઉદયપુર જિલ્લામાં આવેલુ સાજનપુર ગામ ભલે ભૌગોલિક દ્રષ્ટિથી ગુજરાતમાં છે. પરંતુ તે સત્તાવાર રીતે મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં છે. અને એટલા માટે 23 એપ્રિલે યોજાનારા મતદાનમાં તે
ગામના લોકો મતદાન નહી કરે. આજે એક એવી વાત સામે આવી છે કે જ્યાં એક ગામ ગુજરાતમાં છે. પરંતુ અધિકારિક રીતે તે મધ્યપ્રદેશના ભાગમાં છે.
સાજનપુર ગામ એક ટાપુની જેમ છે. જેની ચારેય બાજુ ગુજરાતના ગામડાંઓ છે. અને કોઇ પણ પ્રકારે આની સીમા મધ્યપ્રદેશને નથી મળતી. અહિંયાથી મધ્યપ્રદેશ જવા વાળો રસ્તો છે તેમાથી એક રસ્તો વાયો રંગપુ-ફેરકુવાનો
છે. અહિંયાથી મધ્યપ્રદેશની સરહદ લગભગ 8 કિ.મી દુર છે. જો કોઇને સાજનપુર ગામ જવુ છે તો તેને ગુજરાતમાં થઇને જ તે અહિંયા આવી શકે છે.
સાજનપુર ગામમાં લગભગ 200 આદિવાસી પરિવારે રહે છે. જેઓની જનસંખ્યા લગભગ 1317 છે. ગામમાં રસ્તો, પાણી, વિજળી, શિક્ષા, દવાખાનુ, શૌચાલય જેવી દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. અહિંયા કસ્તુરબા ગાંધી વિદ્યાલય
અને માધ્યમિક વિદ્યાલય પણ છે. આર્થિક વ્યવહાર હેતુ વધારે ને વધારે ગામવાસીઓ ગુજરાત પર જ નિર્ભર છે. અને મજાની વાત તો એ છે કે અહિંયા મોબઇલ નેટવર્ક પણ ગુજરાત માંથી જ ઉપલબ્ધ થાય છે.
ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે આઝાદી સમય દરમિયાન અલીરાજપુરના રાજાએ ગ્રામીણોની માંગ પર સાજનપુર ગામને પોતાની પાસે જ રાખ્યુ હતુ, મધ્યપ્રદેશ સરકારે પણ આ ગામનુ સારી રીતે ધ્યાન રાખ્યુ છે. જેના કારણે
ગુજરાતમાં સમાવેશ કરવાની હજુ સુધી માંગ નથી કરાઇ
હવે વાત આવે છે ચૂંટણી માટે તો આ ગામમાં હજુ સુધી કોઇ પ્રકારનો માહોલ જામ્યો પણ નથી. તેની ખાસ બાબત એ છે કે આ ગામ ગુજરાતમાં હોવા છતાં 19 મેએ કરશે મતદાન.