લોકસભા ચૂંટણી 2019 ના ગુજરાતમા 26 કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. ગઈ કાલે ભાજપે અમદાવાદ પૂર્વમાં અનેક અટકળો બાદ હસમુખ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. સામાન્ય સીટો પર બંન્ને પાર્ટીઓએ 75 ટકા ટિકિટ જાતિગત આધાર પર આપી છે. કોંગ્રેસે એક તો ભાજપે 6 મહિલાઓને ટિકિટ આપી છે.
કોંગ્રેસે હાલના 9 ધારાસભ્યોને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે હાલના ત્રણ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. 2014ની ચૂંટણીમાં તમામ સીટો ભાજપના ખાતામાં ગઈ હતી.
Advertisement
Advertisement