ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા ગરીબ કલ્યાણ મેળા એક વાર ફરી વિવાદોમાં વણાયા છે…સાબરકાંઠા જીલ્લામાં આજે ગરીબ કલ્યાણ મેળામાં સહાયના નામે લોકો ધક્કે ચડી
ગયા તો કેટલાક લોકોને એવી સહાય મળી કે તેમની આંખો જ ફાટી ગઈ એવી હતી.
સાબરકાંઠા જીલ્લામાં આજે વહીવટી તંત્રનલ દ્વારા ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. મહેસુલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મેળામાં સાબરકાંઠા જીલ્લાના તમામ
તાલુકાઓમાંથી લાભાર્થીઓને બોલાવવામાં આવેલા.
જો કે મંત્રી કૌશિક પટેલના પ્રવચન બાદ જે સ્થિતિ ઉભી થઇ તે તમારી નજર સામે છે….લાભ લેવા લાભાર્થીઓ ધક્કે ચડ્યા…અને જે લાભાર્થી બહેનો બ્યુટી પાર્લરની કીટ લેવા આવેલી
તેમને ઓવન પકડાવી દેવામાં આવ્યા.
ગરીબ કલ્યાણ મેળામાં જુદીજુદી જાતની કુલ ૨૮ જાતની કીટ મુકવામાં આવેલી… જો કે અવ્યવસ્થા એટલી થઇ કે લોકો બરાબરના ધંધે લાગી ગયા…પોલીસ પણ મુજવણમાં મુકાઈ ગઈ…
કેટલાય લાભાર્થીઓને કીટ ના મળી..તો નિરાશ થઇ પરત ગયા…તો ઓવન બાબતે ઉદ્યોગ કેન્દ્રના જવાબદાર અધિકારીને પૂછતાં તેઓ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું….
બ્યુટી પાર્લરની વસ્તુ હોવાનું કહને ઉપરથી તેમણે મોકલી અપાઈ હોવાનું જણાવી હાથ ઊંચા કરી દીધા. છેક ૧૩૦ કિલોમીટરથી આવેલા પોશીનાના લાભાર્થીઓ ખાલી હાથે પાછા ગયા…
તો અન્ય લાભાર્થીઓને જાણે અહી બોલાવીને મજાક બનાવી હોવાનો અહેસાસ થયો…ત્યારે જવાબદાર અધિકારીઓની અણ-આવડતને પગલે આજે હોશે હોશે કાર્યક્રમમાં હાજર રહેલા લોકો
વિલાયેલા મોઢે પરત ફર્યા…