जन मन INDIA
slider news વાત વિપક્ષની

ગતિશીલ ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત હવે બનશે ‘‘દેવાશીલ ગુજરાત”- શૈલેષ પરમાર

તા. ૩૦-૩-૨૦૨૧:- આજરોજ વિધાનસભા ગૃહમાં નાણા વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે આંકડાકીય વિગતો આપી રાજ્યોની સાચા નાણાંકીય પરિસ્થિદતિનો ચિતાર રજૂ કર્યો હતો.

પરમારે આંકડાકીય વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૫-૯૬માં રાજ્ય૫ના બજેટનું કદ રૂ. ૧૦,૫૭૩ કરોડ હતું. નાણામંત્રી તરીકે નિતીનભાઈ પટેલે વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ. ૪૮,૫૧૪ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, આજે વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨,૨૭,૦૦૦ કરોડનું બજેટ રજૂ થયું છે.

છેલ્લા ૯ વર્ષમાં બજેટના કદમાં રૂ. ૧,૭૮,૪૮૬ કરોડનો વધારો નોંધાયો છે અને રાજ્યમાં ભાજપે શાસનની ધૂરા સંભાળી ત્યારે ૨૫ વર્ષમાં બજેટમાં રૂ. ૨,૧૬,૪૨૭ કરોડનો વધારો નોંધાયો છે.

વર્ષ ૧૯૯૭-૯૮માં રાજ્યની મહેસુલી આવક રૂ. ૧૪,૦૫૫ કરોડ હતી. નાણામંત્રી તરીકે નિતીનભાઈ પટેલ આવ્યા ત્યારે વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ. ૭૫,૨૨૯ કરોડ મહેસુલી આવક હતી, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૧,૩૨,૨૯૭ કરોડ થઈ છે.

છેલ્લા ૯ વર્ષમાં મહેસુલી આવકમાં રૂ. ૫૭,૦૬૮ કરોડનો વધારો નોંધાયો છે અને વર્ષ ૧૯૯૭-૯૮ કરતાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૪ વર્ષમાં મહેસુલી આવકમાં રૂ. ૧,૧૮,૨૪૨ કરોડનો વધારો નોંધાયો છે.

વર્ષ ૧૯૯૭-૯૮માં રાજ્યેનો વિકાસલક્ષી ખર્ચ રૂ. ૮૪૩૩.૫૧ કરોડ હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં રૂ. ૨૨,૯૫૫.૬૨ કરોડ વિકાસલક્ષી ખર્ચ થયો, જે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૧,૧૬,૨૭૧.૮૫ કરોડ થયો છે.

છેલ્લા ૭ વર્ષમાં વિકાસલક્ષી ખર્ચમાં રૂ. ૯૩,૩૧૬.૨૩ કરોડનો વધારો નોંધાયો છે. વર્ષ ૧૯૯૭-૯૮ કરતાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૩ વર્ષમાં વિકાસલક્ષી ખર્ચમાં રૂ. ૧,૦૭,૮૩૮.૩૪ કરોડનો વધારો થયો છે.

વર્ષ ૧૯૯૭-૯૮માં રાજ્યલનો બિન વિકાસલક્ષી ખર્ચ રૂ. ૩૬૫૭.૦૭ કરોડ હતો. વર્ષ ૨૦૧૩-૧૪માં રૂ. ૬,૫૨૮.૮૯ કરોડ બિન વિકાસલક્ષી ખર્ચ થયો, જે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૬૭,૮૭૫.૯૮ કરોડ થયો છે.

છેલ્લા ૭ વર્ષમાં બિન વિકાસલક્ષી ખર્ચમાં રૂ. ૬૧,૩૪૭.૦૯ કરોડનો વધારો નોંધાયો છે. વર્ષ ૧૯૯૭-૯૮ કરતાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૩ વર્ષમાં રૂ. બિન વિકાસલક્ષી ખર્ચમાં રૂ. ૬૧,૩૪૭.૦૯ કરોડનો વધારો થયો છે.

રાજ્યાના નાણામંત્રીના શાસનમાં બજેટની રકમમાંથી ૬૦% હિસ્સો વિકાસલક્ષી ખર્ચ પાછળ કરવામાં આવે છે, જ્યારે ૪૦% હિસ્સો બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ કરવામાં આવે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી બજેટની રકમમાં વિકાસલક્ષી ખર્ચમાં સતત ઘટાડો તથા બિન વિકાસલક્ષી ખર્ચમાં સતત વધારો થાય છે.

રાજ્યંમાં જાહેર દેવામાં વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ. ૧૯,૪૯૭ કરોડ, ૨૦૧૩-૧૪માં ૧૯,૩૪૩ કરોડ, ૨૦૧૪-૧૫માં રૂ. ૧૯,૪૫૪ કરોડ, ૨૦૧૫-૧૬માં રૂ. ૨૩,૪૮૬ કરોડ, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૭,૬૬૮ કરોડ, ૨૦૧૭-૧૮માં રૂ. ૨૬,૯૫૩ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ. ૪૩,૧૪૬ કરોડ અને ૨૦૧૯-૨૦માં રૂ. ૪૩,૪૯૧ કરોડ એટલે છેલ્લા આઠ વર્ષમાં જાહેર દેવાની રકમમાં રૂ. ૨,૨૩,૦૩૮ કરોડનો વધારો થયો છે.

આ દેવા પર વ્યાદજની ચૂકવણી વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ. ૧૨,૧૬૦ કરોડ, ૨૦૧૩-૧૪માં રૂ. ૧૩,૩૩૨ કરોડ, ૨૦૧૪-૧૫માં રૂ. ૧૪,૯૪૫ કરોડ, ૨૦૧૫-૧૬માં રૂ. ૧૬,૩૦૦ કરોડ, ૨૦૧૬-૧૭માં રૂ. ૧૭,૭૯૬ કરોડ, ૨૦૧૭-૧૮માં રૂ. ૧૮,૯૪૫ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ. ૨૦,૧૮૩ કરોડ અને ૨૦૧૯-૨૦માં રૂ. ૨૨,૪૪૮ કરોડ એટલે છેલ્લા આઠ વર્ષમાં દેવા પર રૂ. ૧,૩૬,૧૦૯ કરોડની વ્યા જ પેટે ચૂકવણી કરવામાં આવી છે.

રાજ્યના નાણામંત્રી નિતીન પટેલના નાણામંત્રી તરીકેના વર્ષ ૨૦૧૨-૧૩થી વર્ષ ૨૦૧૯-૨૦ના આઠ વર્ષના સમયગાળામાં રાજ્યશના દેવામાં રૂ. ૨,૨૩,૦૩૮ કરોડનો દેવામાં વધારો કર્યો છે, જ્યા રે આ દેવાના વ્યારજ પેટે રૂ. ૧,૩૬,૧૦૯ કરોડની ચૂકવણી કરવામાં આવી છે, એટલે દેવાની રકમ સામે ૬૧% રકમ વ્યાાજની ચૂકવણી કરવામાં આવી છે.

નાણામંત્રી નિતીન પટેલના નાણામંત્રી તરીકેના સમયગાળામાં વર્ષ ૨૦૧૨-૧૩માં રાજ્યનું દેવું રૂ. ૧,૧૫૧,૩૧૦ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૩,૦૦,૯૫૩ કરોડ થયું, એટલે આઠ વર્ષના ગાળામાં રાજ્યંના દેવામાં રૂ. ૧,૪૯,૬૪૩ કરોડનો જંગી વધારો નોંધાયો છે. વર્ષ ૧૯૯૧-૯૨માં રૂ. ૬,૯૨૦ કરોડના દેવા સામે વર્ષ ૨૦૨૧માં રૂ. ૩,૦૦,૯૫૩ કરોડ એટલે કે રૂ. ૨,૯૪,૦૩૩ કરોડ દેવું વધારી દીધું છે.

રાજ્યમાં વર્ષ ૧૯૯૪-૯૫માં એકંદર ઘરગથ્થુ૫ ઉત્પાદનોની ટકાવારી ૨૯.૧% હતી, જે વર્ષ ૨૦૧૦-૧૧માં ૨૦.૯% હતી, જે વર્ષ ૨૦૧૯-૨૦માં ૯.૮% થઈ છે. વર્ષ ૨૦૧૦-૧૧ના પ્રમાણમાં ઘરગથ્થુ ઉત્પાદનના રાજ્યના વિકાસ દરમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૧.૧%નો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૧૯૯૪-૯૫માં કોંગ્રેસના શાસન કરતાં ભાજપના શાસનમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૯.૩%નો મોટો ઘટાડો થયો છે.

રાજ્યાના ઘરગથ્થુ ઉત્પાદનના વર્ષ ૨૦૧૧-૧૨ના પ્રમાણમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટકવાર પ્રાથમિક ઘટકમાં ૩.૪%નો ઘટાડો, કૃષિ ઘટકમાં ૪.૭%નો ઘટાડો અને ઉત્પાવદિત ઘટકમાં ૭.૪%નો વધારો નોંધાયો છે.

વર્ષ ૧૯૯૩-૯૪માં કોંગ્રેસના શાસન કરતાં ભાજપના શાસનમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ઘટકવાર પ્રાથમિક ઘટકમાં ૬%નો ઘટાડો જ્યા૪રે કૃષિ ઘટકમાં ૬.૮%નો મોટો ઘટાડો નોંધાયો છે.

રાજ્યના માથાદીઠ ઘરગથ્થુ ઉત્પાદન પ્રમાણે રાજ્યોમાં વર્ષ ૧૯૯૪-૯૫માં માથાદીઠ આવક રૂ. ૧૧,૫૩૫ અને ટકાવારીમાં ૧૭.૮% હતી, જે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૨,૧૬,૩૨૯ અને ટકાવારીમાં ૯.૨% થઈ.

આમ, રાજ્યનમાં માથાદીઠ ઘરગથ્થુ. ઉત્પાહદનમાં વર્ષ ૧૯૯૪-૯૫ના પ્રમાણમાં વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રજાની માથાદીઠ આવક રૂ. ૨,૦૪,૭૯૪ વધી, પરંતુ ટકાવારી પ્રમાણે ૮.૬%નો ઘટાડો થયો છે.

ઘરેલુ ઉત્પાઘદનની ટકાવારી મુજબ રાજ્યનું જાહેર દેવું વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૬% હતું, જે વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૮.૧૪% થયું. ત્રણ વર્ષમાં ૨.૧૪% જાહેર દેવું વધ્યું છે.
રાજ્યની મહેસુલી આવકની ટકાવારી મુજબ જાહેર દેવા પર વ્યાજની ચૂકવણી વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩.૨૯% હતી, જે વર્ષ ૨૦૨૦-૨૧માં વધીને ૧૬.૭૦% થઈ છે. ત્રણ વર્ષમાં ૩.૪૧% વ્યા જની ચૂકવણીમાં વધારો નોંધાયો છે.

વર્ષ ૨૦૧૭-૧૮, વર્ષ ૨૦૧૮-૧૯ અને વર્ષ ૨૦૧૯-૨૦ એમ ત્રણ નાણાંકીય વર્ષના સમયગાળામાં જમીન મહેસુલ પેટે રૂ. ૬,૬૨૫.૨૯ કરોડ, વાહનોના કર પેટે રૂ. ૧૧,૮૫૦.૯૮ કરોડ, વીજળી પર વેરા પેટે રૂ. ૧૧,૮૫૦.૯૮ કરોડ, સ્ટેવમ્પા નોંધણી પેટે રૂ. ૨૨,૭૩૬.૬૯ કરોડ એમ કુલ રૂ. ૬૩,૮૧૯.૩૯ કરોડની રાજ્યઠ સરકારને આવક થઈ છે.

આમ, ગુજરાત રાજ્યના વિકાસની વણથંભી દેવાયાત્રાને વધુ વેગવંતી બનાવવાનો જશ ભાજપની દેવાશીલ સરકારને જાય છે.

Related posts

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment