દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા દેશના 70માં ગણતંત્ર દિવસ પર આયોજિત પરેડના સાક્ષી બન્યા. રામફોસાએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓની સાથે રાજપથ પર પરેડનો આનંદ લીધો.
નેલ્સન મંડેલા બાદ ભારતના ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થનારા તે બીજા દક્ષિણ આફ્રીકી રાષ્ટ્રપતિ છે. ગયા વર્ષે 10 આસિયાન દેશોના નેતાઓએ ગણતંત્ર દિવસ પરેડ જોઈ હતી. 2017માં અબુ ધાબીના વલી અહદ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન અને 2016માં ફ્રાન્સના તત્કાલીન રષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ હતા.
જ્યારે 2015માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને 2014માં જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સમારોહના મુખ્ય અતિથિ હતા. 2013માં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુક અહીં પહોંચ્યા હતા. નેલ્સન મંડેલા 1995માં ગણતંત્ર દિવસ સમારોહમાં શિરકત કરવા ભારત આવ્યા હતા.