મૈનપુરીના રાજકારણમાં સપા, બસપા અને રાલોદ ગઠબંધનની સંયુક્ત રેલી થઈ રહી છે. તેમાં 24 વર્ષ બાદ એક વાર ફરી સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને માયાવતી એક સાથે રાજકીય મંચ પર છે.
ગઠબંધનની આ રેલી ક્રિશ્ચિયન મેદાનમાં થઈ રહી છે. રેલીમાં મુલાયમે કહ્યું કે, માયાવતી અમારા માટે વોટ માંગવા આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેઓએ કહ્યું કે તમારા આ અહેસાનને ક્યારેય નહીં ભૂલીએ. તેઓએ સપાઈને કહ્યું કે, માયાવતીનું ખુબજ સન્માન કરવું પડશે. માયાએ હંમેશા અમારો સાથ આપ્યો છે.
મૈનપુરીના મંચ પરથી મુલાયમ સિંહ યાદવે મોટી જાહેરાત કરી. તેઓએ કહ્યું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે. દરેક વખતે મૈનપુરીના લોકો અમને જીતાડતા આવે છે. છેલ્લી ચૂંટણીમાં પણ ભારે બહુમતીથી ફરી એકવાર જીતાડી દેજો. દરેક જીત કરતા આ જીત મોટી હોવી જોઈએ.
સપા-બસપાના ગઠબંધન પર મુલાયમ સિંહે કહ્યું કે, આજે માયાવતી મંચ પર છે. તે અમારા માટે વોટ માંગવા માટે આવ્યા છે. તેમનું હાર્દિક અભિનંદન છે. સપા નેતાઓને શિખામણ આપતા કહ્યું કે માયાવતીનું ખુબ સન્માન કરવું પડશે.