પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે બંગાળના બાલૂરઘાટ, બિહારના અરરિયા અને ઉત્તર પ્રદેશના એટામાં જનસભાઓ કરી. એટામાં તેઓએ સપા-બસપા ગઠબંધન પર નિશાન સાધ્યું. મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા પણ ગઠબંધન થયુ હતુ. ચૂંટણી પુરી થઈ, દોસ્તી પણ પુરી થઈ ગઈ. દુશ્મનીમાં બદલાઈ ગઈ. હવે એક વાર ફરી નવી મિત્રતા થઈ છે. આ મિત્રતા 23મે એ તૂટશે. બુઆ-બબુઆ દુશ્મની પાર્ટ-2 શરૂ કરશે.
મોદીએ કહ્યું, 'યોગી સરકાર પહેલા અહીં સપાની સરકાર હતી. પોતાને સમાજવાદી ગણાવે છે, લોહિયાજીના નામ પર રાજનીતિ કરે છે. તેમનું ધ્યાન ગરીબોના ઘર આપવાની જગ્યાએ પોતાના બંગલા પર હતુ. અમે દિલ્હીથી પત્ર લખીને ઘર આપવા માટે ગરીબોની લિસ્ટ માંગી રહ્યા હતા, પરંતુ તે પોતાના બંગલાને વિદેશી ટાઈલ્સ અને ફર્નીચરથી સજાવવામાં લાગેલા હતા. એ તો સારુ થયુ, અહીં તમે યોગીજીની સરકાર બનાવી દીધી નહીં તો અમે પુછતા જ રહી જતા.'
પીએમ મોદીએ કહ્યું, '23મેએ ચૂંટણીનું પરિણામ આવશે. ત્યારે ફકી એક વાર મોદી સરકાર બનશે અને અમે ઘુસણખોરને રોકવા માટે ઘુસણખોરોને ઓળખવા માટે સખત પગલા ભરવાના છીએ. સરહદ પર ફેન્સિંગના કામમાં જે અવરોધ નાખી રહ્યા છે, તેમને પણ અમે સત્યતા સમજાવી દઈશું. નાગરિકતા કાયદાને લઈ ખુબ જ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે દેશની વહેંચણી થઈ તો માં ભારતીમાં આસ્થા રાખનારા હજારો-લાખો લોકો ત્યાં જ રહી ગયા.'
'નેતાઓએ તેમને કહ્યું હતુ કે, તમને અહીં સારી સુવિધાઓ મળશે, પરંતુ તે નેતાઓએ પોતાના વાયદા ન નિભાવ્યા અને પોતાના લોકોને જ પારકા બનાવી દીધા. આ લોકો જે માં ભારતીની જય બોલે છે તે ક્યાં જશે, જેમના પર તેમની આસ્થા માટે અપરાધ થઈ રહ્યા છે, તેઓ ક્યાં જશે. તેમને નરકમાંથી કાઢવા દરેક હિન્દુસ્તાનીનું કર્તવ્ય છે. માટે અમે નાગરિકતા કાયદો સંસદમાં પાસ કરાવીને રહીશું.'