સૈનિક સ્કૂલમાં ભણીને દેશની સેવા કરવા તેમજ અધિકારી બનવાના સપના જોઇ રહેલી દિકરી માટે ખુશખબર છે. ગુજરાતના સૈનિક સ્કૂલ બાલાછડીએ સ્થાપનાના 60 વર્ષ પછી પોતાના દરવાજા છોકરીઓ માટે ખોલી દીધા છે, જેથી તેઓ પણ ભારતીય સશસ્ત્ર દળમાં પોતાની સેવા આપી શકે. સૈનિક સ્કૂલ બાલાછડીમાં વર્ષમાં 2021થી છોકરીઓને પ્રવેશ મળી શકશે.
જામનગરથી 32 કિલોમીટ દૂર રક્ષા એકેડમી (NDA)માં પ્રવેશ હેતુ યુવાઓને પ્રશિક્ષિત કરવા માટે સ્થાપિત સૈનિક સ્કૂલ બાલાછડીમાં આ પહેલા માત્ર છોકરાઓને પ્રવેશ આપવામાં આવતો હતો. અધિકારીઓના જણાવ્યાં અનુસાર આગામી શૈક્ષણિક સત્રની શરૂઆતથી 10 છોકરીઓને પ્રવેશ આપવામાં આવશે.
ત્યારબાદ છોકરીઓની બેઠકમાં વધારો કરવામાં આવશે. આ સાથે 67 ટકા સીટ ગુજરાતની સ્કૂલની છોકરીઓ માટે આરક્ષિત રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવાસ વિદ્યાલયમાં 6ઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે અને તે NDAમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને 11માં ધોરણ સુધી પ્રશિક્ષણ આપે છે. હવે અહીં 6ઠ્ઠાથી છોકરીઓને પણ પ્રવેશ લઇ શકશે.
રક્ષા મંત્રાલય દ્વારા અંદાજે બે વર્ષ પહેલા દેશમાં 33 સૈનિક સ્કૂલોમાંથી 5માં છોકરીઓને પ્રવેશ આપવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ચંદ્રપુર (મહારાષ્ટ્ર), બીજાપુર (કર્ણાટક), કોડાગુ (કર્ણાટક), કલિકિરી (આંધ્ર પ્રદેશ) અને ઘોડાખાલ (ઉત્તરાખંડ)માં આવેલ સૈનિક સ્કૂલ સામેલ છે.