ગૃહમંત્રી રાજનાથ સિંહનું કહેવુ છે કે, અમે ક્યારેય નથી કહ્યું કે લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. તેઓએ કહ્યું કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન અમે ક્યારેય લોકને આ વાયદો નથી કર્યો કે તેમના ખાતામાં પંદર લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજનાથ સિંહે સમાચાર એજન્સી 'એનઆરઆઈ'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'બિલ્કુલ નહોતુ કહ્યુ કે 15 લાખ રૂપિયા આવશે, એ પણ નહોતુ કહ્યુ.'
રાજનાથ સિંહે કહ્યું કે અમે કાળા ધન વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કહી હતી અને કરી પણ છે. તેઓએ કહ્યું કે અમારી જ સરકારે કાળા ધનને લઈ એસઆઈટી ગઠિત કરી. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે વિપક્ષ ભાજપને વર્ષ 2014માં કરેલા વાયદાને લઈ નિશાન સાધી રહ્યા છે.
રાજનીતિથી પ્રભાવિત નથી મધ્ય પ્રદેશમાં આઈટીના દરોડા
રાજનાથ સિંહનું કહેવુ છે કે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલના નજીકના લોકોને ત્યાં પડેલા આઈટી તેમજ ઈડીના દરોડા પાછળ કોઈ રાજનીતિ નથી. એજન્સીઓને ઈનપુટ મળ્યા હતા અને તેઓએ દરોડા પાડ્યા, અમે તેમને કેવી રીતે રોકી શકીએ ?
તેઓએ કહ્યું હતુ દરોડા કરનારી એજન્સીઓ સ્વાયત્ત સંસ્થા છે. તેમના પર ચૂંટણી આચાર સંહિતા લાગુ નથી થતી. તેઓએ પોતાના ઈનપુટના આધાર પર કાર્યવાહી કરી છે. અમે તેમને કેવી રીતે રોકી શકતા હતા ? તેઓએ કહ્યું કે આ દરોડા લઈ સરકારને દોષ આપવો ઠીક નથી.