સીબીઆઈના મુદ્દે રવિવારથી ધરણા પર બેસેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ધરણા ખતમ કરી દીધા છે. જેને લઈ કેન્દ્ર સરકાર અને મમતા સરકારમાં છેલ્લા ત્રણ દિવસથી ધમાસાણ મચેલુ હતુ.
ભાજપ અને ટીએમસી બંન્ને તરફથી નિવેદનબાજી થઈ રહી હતી. મમતાએ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર હમલો કરીને ધરણા ખતમ કરવની જાહેરાત કરી છે. આ દરમિયાન મંચ પર આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર હતા.
મમતાએ કહ્યું, આ બંધારણ અને લોકતંત્રની જીત છે, માટે હવે ધરણા ખતમ કરવામાં આવે છે. તેઓ (કેન્દ્ર સરકાર) તમામ એજન્સીઓ અને રાજ્ય એજન્સીઓને કંટ્રોલ કરવા ઈચ્છે છે. પીએમ તમે દિલ્હીમાંથી રાજીનામુ આપો અને ગુજરાત પરત જાઓ. ત્યાં એક આદમીની સરકાર, એક પાર્ટીની સરકાર છે.
ધરણાને ત્રીજા દિવસે ખતમ કરતા બેનર્જીએ કહ્યું કે તે આવુ વિપક્ષની અહેમ પાર્ટીઓના નેતાઓ સાથે સલાહ અને કોર્ટમાંથી અનુકુળ આદેશ આવ્યા બાદ કરી રહી છે.
તે રવિવારે રાતથી એસ્પ્લેનેડ વિસ્તારના મેટ્રો ચેનલમાં ધરણા પર બેસ્યા હતા. આ તે જ સ્થાન છે જ્યાં તેઓએ 2006માં સિંગુરમાં ટાટા મોટર્સ માટે ખેડૂતોની જમીન અધિગ્રહણ વિરુદ્ધ 26 દિવસના ઉપવાસ કર્યા હતા.