जन मन INDIA
slider news અમદાવાદ ગુજરાત સુરત

કોરોનાના વધતા કેસને લઈ આ રૂટની ST બસનું અમદાવાદમાં આવન-જાવન બંધ

રાજ્યમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ યથાવત જણાઈ રહ્યો. ત્યારે હાલમાં અમદાવાદ બાદ સુરત શહેર કોરોના વાયરસનું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે. એવામાં ST બસ સેવા મામલે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરમાં વધતા કોરોનાના કેસને લઇને સુરતથી અમદાવાદમાં આવતી-જતી તમામ એસટી બસની સેવાઓને હાલમાં સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અનુસંધાનમાં સુરતથી અમદાવાદ આવતી એસ.ટી બસોના AMCની હદમાં પ્રવેશ પર રોક લગાવી દેવાઈ છે. સાથે જ અમદાવાદમાંથી સુરત જતી બસો પર પણ રોક લગાવાઈ છે. આ નિર્ણય સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ મામલાને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાંથી અમદાવાદમાં આવતી એસ.ટી બસો પર રોક લગાવી દેવાઈ છે.

કોરોના ચેકપોસ્ટ ઉભી કરાઇ

અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર AMC દ્વારા કોરોનાની ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. આ ચેકપોસ્ટમાં સુરતથી આવતા મુસાફરોનો રેપીડ ટેસ્ટ કરાઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 600 જેટલા ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

આ 600 ટેસ્ટ પૈકી 23 જેટલા લોકોના ટેસ્ટ પોઝિટિવ મળી આવ્યાના અહેવાલ છે. આમ 2 લોકોને શહેરની ખાનગી હોસ્પિટલ, 2 લોકોને હોમ ક્વોરન્ટાઈન તેમજ 19 જેટલા લોકોને સુરત પરત મોકલી દેવાયા છે.

Related posts

શું તમને વધારે પરસેવો આવવાની સમસ્યા છે? તો ચેતી જજો, આ હાર્ટ એટેકનું લક્ષણ હોય શકે છે

madhuri rathod

સી.આર. પાટીલના બચાવમાં આવ્યા ગુજરાત ભાજપના આ MLA, જાણો શું કહ્યું

ravi chaudhari

એન્ટિલિયા કેસઃ NIAએ સચિન વાજેના નજીકના સહયોગી રિયાઝ કાઝીની કરી ધરપકડ

malay kotecha

Leave a Comment