जन मन INDIA
slider news કરંટ અફેર્સ ભારત

કોરોનાઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 27114 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 8 લાખને પાર

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં શનિવારે પણ એક નવો રેકૉર્ડ બન્યો. દેશમાં પહેલીવાર એક દિવસમાં કોરોના વાયરસના સર્વાધિક 27,114 નવા કેસ સામે આવ્યા અને આ સાથે દેશમાં સંક્રમણના કુલ કેસ શનિવારે આઠ લાખના આંકડાને પાર કરી ગયો. આ સતત આઠમો દિવસ છે જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 22,000થી વધારે વધ્યા છે.

સવારે આઠ વાગ્યે અદ્યતન કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 519 લોકોના મૃત્યુ થવાથી મૃતકોની સંખ્યા વધીને 22,123 થઈ ગઈ છે.

શનિવારે દેશમાં સંક્રમણના કેસ સતત વધીને 8,20,916 થઈ ગયા જેમાંથી 2,83,407 લોકોની સારવાર ચાલી રહી છે અને 5,15,385 લોકો સારવાર બાદ સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 62.78 ટકા દર્દી અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થયેલા 519 મૃત્યુમાંથી 226 મહારાષ્ટ્રમાં, 64 તમિલનાડુમાં, 57 કર્ણાટકમાં, 42 દિલ્હીમાં, 27 ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 26 લોકોના મૃત્યુ થયા છે.

તદ્દપરાંત આંધ્ર પ્રદેશમાં 15 લોકોના, ગુજરાતમાં 14, તેલંગાણામાં આઠ અને રાજસ્થાનમાં 6 લોકોના મૃત્યુ થયા છે. આસામ અને જમ્મુ-કાશ્મીરમાં પાંચ લોકોની, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને પંજાબમાં ચાર-ચાર લોકોના, હરિયાણા અને પુડ્ડુચેરીમાં ત્રણ-ત્રણ તેમજ બે લોકોના મૃત્યુ છત્તીસગઢમાં થયા છે.

Related posts

દાહોદના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

malay kotecha

બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવા સોનૂ સૂદની અપીલ, વિદ્યાર્થીઓના સમર્થનમાં કરી આ વાત

ravi chaudhari

અમિતાભ બચ્ચને પોતાના ઘર જલસાને લઈ કર્યો ખુલાસો, જાણો કેટલી ફિલ્મોના થયા છે આ ઘરમાં શુટીંગ

ravi chaudhari

Leave a Comment