પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંના કોડરમામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસને પણ ખબર છે કે કોઈ પણ હાલતમાં સરકાર નથી બનાવી શકતી, માટે ફક્ત દરવાજા ખેંચવાનું કામ કરી રહી છે.
દેશને મજબૂત સરકાર જોઈએ અને તે ફક્ત એનડીએ આપી શકે છે. તેઓએ કહ્યું કે તેઓ કોઈ પણ કિંમત પર દેશમાં એક મજબૂત, પૂર્ણ બહુમતવાળી સરકાર નથી ઈચ્છતા. મિશન મહામિલાવટ એટલે કેન્દ્રમાં એવી ખિચડી સરકાર, જે નબળી રહે, જે સરકારમાં આ લોકો કરોડો-અરબો રૂપિયા અહીં થી ત્યાં કરી શકે, જે તેમના પરિવારોને, તેમના સંબંધીઓની ગુલામી બનીને કામ કરે.
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે ઈમાનદારી હોય, ચોખ્ખી નીયત હોય, તો વગર લૂંટ-ખસોટ વાળી સરકાર પણ ચાલી શકે છે અને દેશનો વિકાસ પણ થઈ શકે છે. આજે આ જ કારણે સમગ્ર દેશ સંપૂર્ણ વિશ્વાસ સાથે પોતાના આ સેવક, પોતાના આ ચોકીદાર સાથે ઉભો છે.
કન્હૈયાના બહાને રાહુલ ગાંધી પર પણ સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકોએ જેએનયુમાં ભારત માતાના ટુકડા કરવાના નારા લગાવ્યા હતા, તે લોકો પર મોદી સરકારે રાજદ્રોહનો કેસ કરાવ્યો અને જેલમાં નાખ્યા. રાહુલ બાબાએ કહ્યું કે આ 'ફ્રીડમ ઑફ સ્પીચ'નો અધિકાર છે. હું રાહુલ બાબા એન્ડ કંપનીને કહેવા માંગુ છું કે જે ભારત માતાના ટુકડા કરવાની વાત કરશે તે જેલના સળીયા પાછળ હશે.