પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં એક ખાનગી ચેનલના કાર્યક્રમામાં સંબોધન કરતા કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેઓએ પોતાની સરકારની ચાર વર્ષની ઉપલબ્ધીઓને પણ ગણાવી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ત્યાં એક સાઈકોલૉજી રહી છે કે જ્યારે સરકાર વિરુદ્ધ આરોપ લગાવતા કોઈ અદાલતમાં જાય છે, તો માનવામાં આવે છે કે સરકાર ખોટી હશે અને આરોપ લગાવનારા સાચા હશે. કૌભાંડ હોય, ભ્રષ્ટાચારના આરોપ હોય, આ જ એક માનસિકતા રહી છે.
પણ એ પણ પહેલીવાર થયું છે જ્યારે કેટલાક સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા અને ત્યાંથી તેમને બે જવાબ મળ્યા કે જે કામ થયું છે, તે સંપૂર્ણ પારદર્શકતાથી થયું છે, ઈમાનદારીથી થયું છે. આપણા દેશમાં આવુ પણ થશે, ચાર વર્ષ પહેલા એ પણ કોઈએ વિચાર્યું નહોતુ.
તેઓએ કહ્યું કે કોઈએ નહોતુ વિચાર્યું કે 1984ના શીખ નરસંહારના દોષી કોંગ્રેસ નેતાઓને સજા મળવા લાગશે, લોકોને ન્યાય મળવા લાગશે. ચાર વર્ષ પહેલા એ પણ કોઈએ નહોતુ વિચાર્યું કે એક દિવસ હેલીકૉપ્ટર કૌભાંડનો આટલો મોટો રાઝદાર, ક્રિશ્ચિયન મિશેલ ભારતમાં હશે, તમામ કડીઓ જોડી રહ્યો હશે.
સરકારની ઉપલબ્ધીઓ ગણાવી
શું ચાર વર્ષ પહેલા કોઈએ વિચાર્યું હતુ કે ભારત આટલું ઝડપી ફાઈવ ટ્રિલિયન ડૉલર ઈકોનૉમીઝના ક્લબમાં સામેલ થવા તરફ પોતાના પગલા માંડશે. કોઈએ વિચાર્યું હતુ કે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસની રેન્કિંગમાં 142થી 77 પર આવી જશે, ભારત ટૉપ 50માં આવવા તરફ આગળ વધશે. ભારતમાં એસી ટ્રેનની જગ્યાએ લોકો વધારે હવાઈ સફર કરવા લાગશે.
પીએમ બોલ્યા, શું ચાર વર્ષ પહેલા કોઈએ વિચાર્યું હતુ કે રિક્ષા ચલાવનારો, શાકભાજીવાળો અને ચાવાળો પણ ભીમ એપનો ઉપયોગ કરવા લાગશે, પોતાના ખીસ્સામાં રૂપે ડેબિટ કાર્ડ રાખીને પોતાનો આત્મવિશ્વાસ વધારશે. શું કોઈએ વિચાર્યું હતુ કે ભારતનું એવિએશન સેક્ટર એટલું ઝડપી વધશે કે કંપનીઓને એક હજાર નવા હવાઈ જહાજનો ઓર્ડર આપવો પડશે.
ચાર વર્ષ પહેલા શું કોઈએ વિચાર્યું હતુ કે ભારતમાં નેશનલ વૉટરવેજ એક સત્ય બની જશે, કોલકાતાથી એક જહાજ ગંગા નદી પર ચાલશે અને બનારસ સુધી સામાન લઈને આવશે. સ્ટાર્ટઅપની દુનિયાથી લઈ ખેલની દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા આટલી વધારે વધી જશે.