લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે થનારા મતદાનના બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટુ નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યું કે, હિન્દુઓની પાસે ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોઈ અન્ય વિકલ્પ નથી બચ્યો, દેશમાં દલિત-મુસ્લિમ એકતા સંભવ નથી. યોગી આદિત્યનાથે બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યુ.
એક પ્રતિષ્ઠિત ચેનલ સાથે વાત-ચીત દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે જે પ્રકારે માયાવતીએ મુસ્લિમો માટે વોટ માંગ્યા છે, મુસ્લિમોને કહ્યું છે કે તે ફક્ત ગઠબંધન માટે વોટ કરે અને પોતાનો વોટ વહેંચાવા ન દે. હવે હિન્દુઓ પાસે ભારતીય જનતા પાર્ટી ઉપરાંત કોઈ વિકલ્પ નથી બચ્યો.
મેરઠની જનસભામાં યોગી આદિત્યનાથે કહ્યું કે જો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો અલીમાં વિશ્વાસ છે, તો અમારો બજરંગબલીમાં વિશ્વાસ છે. તેઓએ કહ્યુ કે માયાવતીએ રેલીમાં કહ્યું કે, તે ફક્ત મુસ્લિમ વોટરોના વોટ ઈચ્છે છે.
યૂપી સીએમએ કહ્યું કે, દલિત-મુસ્લિમ એકતા સંભવ નથી, કેમ કે ભાગલા સમયે દલિત નેતાઓની સાથે પાકિસ્તાનમાં ક્યા પ્રકારે વર્તન થયુ, તે દુનિયાએ જોયુ છે. તેઓએ કહ્યું કે ભારતમાં બાબા સાહેબ આંબેડકર મોટા દલિત નેતા થયા, પરંતુ યોગેશ મંડલ ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
યોગી આદિત્યાનાથે કહ્યું કે જ્યારે યોગેશ મંડલે પાકિસ્તાનમાં દલિતો પર અત્યાચાર જોયો તો તે ભારત પરત આવી ગયા હતા. તેઓએ આરોપ લગાવ્યો કે મહાગઠબંધને મુસ્લિમ વોટોરોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે બચેલા સમાજે વિચારવુ જોઈએ કે તેમણે કોના માટે વોટ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, દેવબંધની રેલીમાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ મુસ્લિમ વોટરોને અપીલ કરી હતી કે એક જુઠ થઈને મહાગઠબંધન માટે વોટ આપે, પોતાનો વોટ વહેંચાવા ન દે.