દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુકે ભારતમાં લોકસભા ચૂંટણી પહેલા મોટુ પગલુ ઉઠાવ્યુ છે. ફેસબુકે દાવો કર્યો છે કે, તેણે કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના સૈન્ય કર્મચારીઓ સાથે જોડાયેલા પેજોને પોતાની વેબસાઈટ પરથી હટાવી દીધા છે.
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રૉયટર્સ તરફથી આ પેજોને હટાવવાની જાણકારી આપી છે. ફેસબુકનું કહેવું છે કે તેણે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા 687 પેજ અને એકાઉન્ટને વેબસાઈટ પરથી હટાવ્યા છે. તદ્દપરાંત ફેસબુકે કહ્યું કે, તેણે પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ સાથે જોડાયેલા 103 ખાતાઓને પણ વેબસાઈટ પરથી ડિલીટ કરી દીધા છે.
જણાવી દઈએ કે સંભવતઃ પહેલીવાર ફેસબુકે કોઈ મોટી રાજનીતિક પાર્ટી સાથે જોડાયેલા પેજોને હટાવ્યા છે. પોતાની આ કાર્યવાહી પર ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે આ પેજોને તેમાં પ્રકાશિત સમાગ્રીના બદલે તેમની અપ્રમાણિક જાણકારીના કારણએ ડિલીટ કરવામાં આવી છે.