ઓડિસાના કાલાહાંડીમાં ચૂંટણી રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ગરીબોને ગરીબ રાખવાનું ષડયંત્ર રચ્યુ. એવુ ષડયંત્ર, જેનું પાપ આ લોકો ક્યારેય નહીં ધોઈ શકે. દરેક ચૂંટણીમાં ગરીબ, આશાઓ સાથે તેમની સાથે જોડાયા, પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ દળોએ ગરીબોની સાથે વિશ્વાસઘાત કર્યો છે.
તેઓએ કહ્યું કે હું વિશ્વાસ અપાવુ છું કે ઓડિશામાં ભાજપ સરકાર બન્યા બાદ અહીં ગરીબોની સ્થિતિમાં અમે સુધાર કરીને રહીશું. જે કામ 70 વર્ષમાં નથી થયું તે અમે પાંચ વર્ષમાં કરીશું.
પીએમ મોદીએ કહ્યું કે, તમે કલ્પના કરી શકો છો કે દેશનો કેટલા વધારે પૈસા વચેટીયાઓ પાસે જઈ રહ્યા હતા, કાળાધનમાં રૂપાંતરીત થઈ રહ્યા હતા. આ લીકેજ બંધ કરવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું છે.
Advertisement
Advertisement