થોડા સમય પહેલા કોંગ્રેસની મહાસચિવ બનાવવામાં આવેલી પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે પાર્ટી કાર્યાલય પહોંચી અને કાર્યભાર સંભાળ્યો. પહેલા તે પતિ રૉબર્ટ વાડ્રા સાથે ઈડીના દફ્તર પહોંચી અને ત્યાર બાદ ત્યાંથી કોંગ્રેસ કાર્યાલ પહોંચી. તેની સાથે તેઓએ ઔપચારિક રીતે પદભાર ગ્રહણ કરતા મુલાકાતોનો સિલસિલો પણ શરૂ કરી દીધો.
પહેલી વાર કોંગ્રેસ કાર્યાલય પહોંચેલી પ્રિયંકાએ સંવાદદાતાઓના એક સવાલના જવાબમાં કહ્યું, 'હું પોતાના પતિના સાથે ઉભી છું.' ઉલ્લેખનીય છે કે મની લૉન્ડ્રિંગના આરોપને લઈ ઈડી વાડ્રાની પૂછપરછ કરી રહી છે.
આ પહેલા પ્રિયંકાના સમકક્ષ મહાસચિવ જ્યોતિરાદત્ય સિંધિયાએ પણ બુધવારે પોતાનો પદાભાર સંભાળ્યો. પાર્ટી કાર્યાલયમાં બંન્નેને એક કક્ષ આપવામાં આવ્યો, જેની બહાર બંન્નેની નેમ પ્લેટ લગાવેલી છે. સિંધિયાએ દીપ પ્રગટાવી પોતાનો કાર્યભાર લીધો હતો.
જણાવી દઈએ કે કોંગ્રેસ માટે આગામી સામાન્ય ચૂંટણીમાં તે ખાસકરીને યૂપી માટે પ્રભાવશાળી માનવામાં આવી રહી છે. તે ઉત્તર પ્રદેશમાં પોતાની પાર્ટીની ચૂંટણી તૈયારીઓની શરૂઆત લખનઉમાં રોડ શો મારફતે કરવાના છે. આ મામલે તેઓ 11 ફેબ્રુઆરીએ લખનઉ પહોંચી શકે છે.
પ્રિયંકા 7 ફેબ્રુઆરીએ પહેલીવાર પાર્ટીની કોઈ સત્તાવાર બેઠકમાં સામેલ થશે. આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીની તૈયાર ને મદ્યેનજર પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે બોલાવવામાં આવી છે.