ગુજરાતની જસદણ વિધાનસભા સીટ પર 20 ડિસેમ્બરે પેટાચૂંટણી થવાની છે. જેના માટે કોંગ્રેસ અને ભાજપ નેતાઓએ પોતાની તમામ તાકાતો લગાવી દીધી છે. અહીં મતદાતાઓને આકર્ષવા માટે નેતા કોઈ કસર નથી છોડી રહ્યા. ત્યાં સુધી કે તેઓ બળદગાડાની સવારીથી લઈ ચા બનાવવા અને ઢોલની થાપ પર નાચી પણ રહ્યા છે.
લોકસભા ચૂંટણી પહેલા આ રાજ્યની અંતિમ પેટાચૂંટણી છે અને બંન્ને પાર્ટીઓ માટે તે હવે પ્રતિષ્ઠાની લડાઈ બની ચૂકી છે. ભાજપ તરફથી કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયાને અહીંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
બાવળીયા પહેલા કોંગ્રેસમાં સામેલ હતા, પણ પાર્ટી તરફથી વિપક્ષના નેતા ન બનાવાતા નારાજ થઈને આ વર્ષે જ જૂલાઈ મહિનામાં તે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપે એ દિવસે જ તેમને મંત્રી બનાવી દીધા હતા.
ભાજપ માટે આ પેટાચૂંટણી તેમની રણનીતિઓનો એક ટેસ્ટ છે, જેને તે ગુજરાતના સૌથી મોટા કોળી સમુદાયને બાવળીયાના માધ્યમથી લુભાવવાના પ્રયત્નોમાં લાગેલા છે. જ્યારે, કોંગ્રેસ માટે આ ચૂંટણી તેમની પ્રતિષ્ઠાની લડાઈ છે અને તે પોતના ગઢને બનાવી રાખવા માટે તનતોડ મહેનત કરી રહી છે.
આ ચૂંટણી આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ઘણી રસપ્રદ હશે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા, જે પ્રાથમિક સ્તર સુધી જ ભણ્યા છે, તે મતદાતાઓને લુભાવવામાં લાગ્યા છે કે તે પણ આ જ સમુદાયમાંથી એક છે.
જો કે નાકિયાના માટે અહીંથી ચૂંટણી લડવી એટલી સરળ નહીં હોય, કેમ કે તેમના વિપક્ષમાં ઉભા રહેલા બાવળિયા ચાર વખત ધારાસભ્ય અને એક વાર સાંસદની ચૂંટણી જીતી ચુક્યા છે, પણ તદ્દપરાંત તે બાવળીયાને કડી ટક્કર આપવામાં લાગેલા છે.
બાવળીયા જ્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઢોલની થપ્પી પર નાચતા દેખાઈ રહ્યા છે, તો જ્યારે નાકિયાએ જસદણના મતદાતાઓને લુભાવવા માટે રિક્ષામાં પરિવર્તિત થયેલી મોટરસાયકલો પર સવારી કરવાનો નિર્ણય કર્યો છે.