આગામી લોકસભાની ચૂંટણીને લઇ અલગ-અલગ પાર્ટીઓ દ્વારા પ્રચાર માટેના અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 18 અને 19 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે.
રાહુલ ગાંધીના ગુજરાતમાં ચૂંટણી પ્રચારની મળતી માહિતી પ્રમાણે 18મી એપ્રિલે સુરતમાં રાત્રી રોકાણ કરશે, ઉપરાંત 18 એપ્રિલે બે જાહેર સભાઓને સંબોધશે.
તેઓ જૂનાગઢના વંથલી અને કચ્છમાં ભુજ ખાતે પણ જન સભાઓને સંબોધશે, 18મી એપ્રિલે રાહુલ ગાંધી 3.30 વાગે બરેલીથી સીધા કેશોદ આવશે અને બપોરે 4 વાગે કેશોદથી વંથલી સભાસ્થળે પહોંચશે, જ્યાં 4થી5 વાગ્યા સુધી જાહેરસભામાં હજાર રહેશે જ્યાં તેઓ પોરબંદર અને જૂનાગઢ લોકસભાના મતદારોને રીઝવશે.
જાહેરસભા બાદ રાહુલ 5.25 વાગે કેશોદ પહોંચશે અને 5.30 વાગ્યે સ્પેશ્યલ ફ્લાઈટ મારફતે ભૂજ જવા રવાના થશે. ભૂજમાં 6.15 કલાકે જનસભાને સંબોધી તેઓ 7.30 કલાકે સુરત જવા રવાના થશે જ્યાં રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે 19મી એપ્રિલે બારડોલીમાં જાહેર સભાને સંબોધન કરશે.