કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની નવી યાદી જાહેર કરી દીધી છે. આ 13મી યાદીમાં 31 ઉમેદવારોના નામ સામેલ છે. આ યાદીમાં રાજસ્થાનના 19 ઉમેદવાર, ગુજરાતના છ અને ઉત્તર પ્રદેશના 6 ઉમેદવારોના નામ સામેલ છે. આ વખથે કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતને પણ ટિકિટ આપી છે. વૈભવ ગેહલોત જોધપુર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે.
તદ્દપરાંત રાજસ્થાનના બીકાનેર સીટ પરથી મદનગોપાલ મેઘવાલ, ચરુથી રફિક મંડેલિયા, ઝુનઝુનુ લોકસભા સીટ પરથી શ્રવણ કુમાર, સીકરી સીટ પરથી સુભાષ મહરિયા, જયપુર લોકસભા સીટ પરથી જ્યોતિ ખંડેલવાલ, અલવર સીટ પરથી જિતેન્દ્ર સિંહ, ભરતપુર સીટ પરથી અભિજીત કુમાર જાટવ, કરૌલી-ધૌલપુર લોકસભા સીટ પરથી સંજય કુમાર જાટવ અને દૌસાથી સવિતા મીણાથી ટિકિટ આપવામાં આવી છે.
તેની સાથે જ કોંગ્રેસે ટોંક-સવાઈમાધોપુરથી નામો નારાયણ મીણા, નાગૌર સીટ પરથી જ્યોતિ મિર્ધા, પાલી સીટ પરથી બદ્રીરામ જાખંડ, જાલૌર સીટ પરથી રતન દેવાસી, ઉદયપુરથી રઘુવીર સિંહ મીણા, બાંસવાડા સીટ પરથી તારાચંદ ભગોડા, ચિત્તોડગઝથી ગોપાલ સિંહ, કોટાથી રામનારાયણ મીણા અને બાડમેરથી મનવેન્દ્ર સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ગુરુવરે મોડી રાત્રે કોંગ્રેસ તરફથી જાહેર યાદી પ્રમાણે ઉત્તર પ્રદેશના સંભલથી મેજર જેપી સિંહ, શાહજહાંપુરથી બ્રહ્મ સ્વરૂપ સાગર, ઝાંસીથી એડવોકેટ શિવ શરણ કુશવાહા, ફુલપુરથી પંકજ નિરંજન, મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠી અને દેવરિયાથી નિયાઝ અહમદને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે, ગુજરાતની પાટણ લોકસભા સીટ પરથી જગદીશ ઠાકોર, રાજકોટ સીટ પરથી લલિત કગાથરા, પોરબંદરથી લલિત વસોયા, જૂનાગઢથી પુંજા વંશ, પંચમહાલ લોકસભા સીટ પરથી વીકે ખાંટ અને વલસાડ લોકસભા સીટ પરથી જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે.
આ પહેલા કોંગ્રેસ ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યો માટે કુલ 262 ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે, જેમાં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પણ સામેલ છે.