પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં ચૂંટણી સભામાં કોંગ્રેસ અને એનસીપી પર નિશાન સાધ્યુ. તેઓએ કહ્યું કે આ બંન્ને પાર્ટીઓ વોટ બેંકની રાજનીતિ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કોંગ્રેસે દેશના કરોડો લોકો પર હિન્દુ આતંકવાદનો દાગ લગાવવાના પ્રયત્ન કર્યો. હિન્દૂ ક્યારેય આતંકવાદ કરે, શું ઈતિહાસમાં આવી કોઈ ઘટના થઈ ?
પ્રધાનમંત્રીએ કહ્યું- 'રાકાંપા પ્રમુખ શરદ પવાર ક્યારેક પ્રધાનમંત્રી બનવાના સપના જોતા હતા, પરંતુ હવે તેઓએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. તેઓ જાણે છે કે હવાની દિશા કઈ તરફ છે. શરદ પવારે જાહેરાત પણ કરી હતી કે તે ચૂંટણી લડશે. પરંતુ બાદમાં કહ્યું કે હું રાજ્યસભામાં જ ખુશ છું.
આ વખતે પણ ઘણા લોકોને જનતાએ ચૂંટણી પહેલા જ મેદાન છોડીને ભગાવી દીધા છે. એનસીપીમાં હમણા મોટુ પારિવારિક યુદ્ધ ચાલી રહ્યું છે. પાર્ટી તેમના હાથમાંથી નિકળતી જઈ રહી છે. સ્થિતિ એ છે કે પવારજીના ભત્રીજા પાર્ટીમાં કબ્જો કરતા જઈ રહ્યા છે. પવારજીને એટલા માટે ટિકિટ વહેંચવામાં મુશ્કેલી આવી રહી છે.'