અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરનારા ઓબીસી નેતા અને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં સામેલ થઇ શકે છે. અલ્પેશની સાથે કોંગ્રેસના કેટલાક બીજા ધારાસભ્યો પણ ભાજપમાં સામેલ થઇ શકે છે. મળતી માહિતી અનુસાર, અલ્પેશને ભાજપ સરકારમાં મંત્રી પદ મળી શકે છે. સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 2ની ઓફિસમાં સાફ સફાઇ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે થોડા દિવસ પહેલા ખુદને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા હોવાની આરોપ લગાવ્યો હતો. તેમણે કોંગ્રેસ પર તેમની અને તેમના સમાજની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે અલ્પેશે ભાજપમાં જોડાવાની વાત માનવાનો ઇન્કાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપની આજે સાંજે મંત્રીમંડળની બેઠક થઇ શકે છે. મંત્રીમંડળના વિસ્તારમાં ભાજપના જ ધારાસભ્ય હકુભા જાડેજાને મંત્રી બનાવી શકાય છે. હકુભા રાજ્યસભા ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થયા હતા. ત્યાર બાદ 2017માં ભાજપની બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા.