કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનુ ચૂંટણી સૂત્ર જાહેર કરી દીધુ છે. તેને કોંગ્રેસે 'અબ હોગા ન્યાય' નામ આપ્યુ છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે કોંગ્રેસનું પ્રચાર અભિયાન 'ન્યાય'ની આસ-પાસ રહેશે.
તેઓએ કહ્યું કે આ શબ્દ બધાની સાથે ન્યાયનો વાયદો કરે છે. આ કોંગ્રેસના પ્રચાર અભિયાનનું થીમ ગીત જાવેદ અખ્તરે લખ્યુ છે, વીડિયો નિખિલ અડવાણીએ શૂટ કર્યો છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસના ચૂંટણી ગીત પર ચૂંટણી કમિશને આપત્તિ વ્યક્ત કરી હતી. ચૂંટણી કમિશનની આપત્તિ બાદ કોંગ્રેસે પોતાના ચૂંટણી અભિયાન ગીતમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આપત્તિજનક લાઈનો હટાવ દીધી.
દિલ્હીમાં ચૂંટણી કમિશનના મીડિયા સર્ટીફિકેશન અવે મોનિટરિંગ કમિટીની ટીમે કોંગ્રેસને લાઈન હટાવવા માટે કહ્યું હતુ. કોંગ્રેસ સૂત્રોના અનુસાર 'આ ગીત પાર્ટીની ન્યાય યોજનાને દર્શાવવા માટે બનાવવામાં આવ્યું છે.
ગીતમાં જરૂરી ફેરફાર કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટી તરફથી પીએમ મોદી પર તીખો હમલો કરતા આ ગીતમાં મોદી સરકારના કાર્યકાળ અને સરકારની નીતિયો પર ટિપ્પણી કરવામાં આવી હતી.'