કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો મંગળવારે જાહેર થયો. પરંતુ હવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એવી ખબરો આવી રહી છે કે જન-આવાઝ નામથી છપાયેલા ચૂંટણી ઢંઢેરામાં એક તરફથી યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી નારાજ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી ઢંઢેરાના કવર પેજ પર રાહુલ ગાંધીના નાના ફોટોને લઈ સોનિયા નાખુશ છે. તેઓએ મેનિફેસ્ટો સમિતિના સભ્ય રાજીવ ગૌડાને ફટકાર લગાવી છે. તદ્દપરાંત આ મુદ્દા પર તેઓએ સમિતિના અધ્યક્ષ પી ચિદંબરમને પણ વાત કરી.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, મંગળવારે મેનિફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમના પહેલા જ સોનિયાએ રાજીવ ગૌડાને ખખડાવ્યા હતા. સોનિયાની આપત્તિ ત્રણ ચીજોને લઈ કહેવામાં આવી રહી છે. એક તો તેમને કવર પેજ એટલુ આકર્ષક ન લાગ્યું. બીજુ નીચે તરફ રાહુલ ગાંધીનો ફોટો ઘણા નાના કદનો છે. ત્રીજુ, કવર પેજ પર મહાત્મા ગાંધીનો કોઈ ફોટો નથી.
Advertisement
Advertisement