ગુજરાતમાં કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે એક સાંધે, ત્યાં તુટે છે. કોંગ્રેસમાં રોજ-રોજ એક બાદ એક નેતા હાથનો સાથ છોડીને ભાજપના કમળની સુંગંધના દીવાના થઈ રહ્યા છે.
એવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત ગમે તેવી હોય, પરંતુ સમય આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતા પોતાને સંભાળી નથી શકતા. આવી જ એક ઘટના સુરતના યોગી ચોકમાં થઈ, જ્યાં મંચ પર બેઠેલા કોંગ્રેસ નેતાઓનું વજન ન સહી શકવાના કારણે સોફો જ તુટી ગયો.
શહેરના યોગી ચોકમાં આયોજિત એક કાર્યક્રમમાં મંચ પર મુકેલા સોફા પર બેસતા જ કોંગ્રેસના પરેશ ધાનાણી, ધારાસભ્ય અમરીશ ડેર અને ખેડૂત નેતા કનુભાઈ કલસરિયા ધડામ કરી પડી ગયા. તેનાથી સ્થિતિ થોડીકવાર માટે અરાજક થઈ ગઈ. પડેલા ત્રણે નેતાઓને અન્ય નેતાઓએ બહાર કાઢ્યા. આ દુર્ઘટનામાં કોઈ નેતાને હાની નથી પહોંચી.
પરેશ ધાનાણી સાથે થયેલી આ દુર્ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે કદાચ પાર્ટીમાં ધાનાણીનું વજન વધી ગયુ છે, માટે સોફા પણ તેમનું વજન સહન ન કરી શક્યો.