અમેઠી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ગુરુવારે ઉમેદવારીપત્ર ભરશે. ઉમેવારી પત્ર ભરતાં સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત ઘણા મંત્રીઓ અને સંસદીય મતદાર ક્ષેત્રના તમામ ભાજપના ધારાસભ્યો હાજર રહેશે. ઉમેદવારી ભરતાં પહેલા સ્મૃતિ અને યોગી ત્રણ કિલોમીટર લાંબો રોડ શો પણ કરશે.
કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાની ગુરુવારે કલેક્ટરોરેટમાં પહોંચીને પોતાનુ ઉમેદવારીપત્ર ભરશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે યોગી હેલિકોપ્ટરથી 10.30 વાગ્યે ફુરસંતગંજ સ્થિત આવેલા એરપોર્ટ પર પહોંચશે. અહીંથી મુખ્યમંત્રીનો કાફલા સાથે પાર્ટી ઑફિસ પહોંચશે.
અહીં તેઓ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સાથે હવન-પૂજામાં સામેલ થશે. આ ઉપરાંત, મુખ્યમંત્રીની ઑફિસથી માંના દર્શન કરવા પહોંચશે. અહીંથી રોડ શો કરતા બંને નેતાઓ કલેક્ટોરેટ પહોંચશે.
Advertisement
Advertisement