પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે ભારતને એવા નેતાની જરૂર છે જે લોકોની વધતી અપેક્ષાઓને પૂરી કરી શકે. કાલ્પનિક બહાદુરીથી દેશનું નેતૃત્વ ન કરી શકાય.
1% લોકો પાસે દેશની 60% સંપત્તિ
એઆઈએમએ મેનેજિંગ ઈન્ડિયા અવૉર્ડ્સ આપવા દરમિયાન પ્રણવે કહ્યું, 'દેશમાંથી ગરીબી દૂર કરવા માટે હજુ પણ ઘણુ બધુ કરવાનું બાકી છે. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ જાય છે જ્યારે ભારતના મહજ 1% લોકોની પાસે દેશની 60% સંપત્તિ છે. આ આંકડા જણાવે છે કે, આપણા ગ્રોથને હજુ વધાર સમાવેશી બનાવવાની જરૂરિયાત છે.'
મુખર્જીના જણાવ્યા પ્રમાણે- 2005-06 બાદના દશકમાં 27 કરોડથી વધારે લોકો ગરીબીથી બહાર આવી ચુક્યા છે. દેશમાં ગરીબીનો દર પાછલા સમયગાળામાં લગભગ અડધો થઈ ગયો છે. આ એક સકારાત્મક પક્ષ છે. 26.9 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે, આ ચિંતાની વાત છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- ફાયદા માટે જે લોકો ધન કમાય છે, તેના કારણે અસમાનતા પેદા થાય છે. ઉદ્યોગપતિયો અને નીતિ નિર્માતા ફક્ત વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ રોજગાર સર્જવા અને મોટી સંખ્યામાં લોકો માટે તક ઉપલબ્ધી કરાવવા માટે આગળ આવે.
પ્રણવે કહ્યું- આપણે હજુ પણ દેશના દરેક વિસ્તારમાં ગુણવત્તાપૂર્ણ અને પોષણક્ષમ આરોગ્ય સુવિધાઓની વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે. આપણે વાસ્તવમાં સમૃદ્ધ અને ગૌરવશાળી રાષ્ટ્ર બનવા માટે હજુ વધારે યુવા લોકો જોઈએ. જ્યારે ભારતે સંખ્યાત્મક પક્ષ પર ઘણી તરક્કી કરી છે, જ્યારે ગુણવત્તાના પહેલુ પર હજુ પણ ખુબ કામ કરવાની આવશ્યક્તા છે.