લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે ગુરુવારે મતદાન થવાનું છે. ચૂંટણી કમિશનના નિર્દેશ પર મતદાનવાળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દેવામાં આવી છે. આ ચરણમાં 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થશે. જ્યાં 1279 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય મતદાતા કરશે.
2014ની લોકસભા ચૂંટણીમાં આ 91 સીટોમાં ભાજપે 32 જ્યારે કોંગ્રેસે 7 સીટો જીતી હતી. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમાંથી 7 અને કોંગ્રેસે 55 સીટો પર કબ્જો કર્યો હતો. આંકડાઓ પર ધ્યાન આપીએ તો પહેલા ચરણના 20 રાજ્યોમાંથી 14 રાજ્યોમાં પ્રધાનમંત્રી મોદીએ રેલી કરી છે જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આટલા જ રાજ્યોમાં પાર્ટી માટે પ્રચાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યાં એક દિવસમાં ત્રણથી ચાર રેલી કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી એકથી બે રેલીમાં ભાગ લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 10 દિવસોમાં 33 જ્યારે રાહુલ ગાંધીએ 38 રેલીઓ કરી છે. પીએમ મોદીએ પોતાની રેલીઓમાં પુલવામા, એર સ્ટ્રાઈક અને આતંકવાદનો ખાસો ઉલ્લેખ કર્યો છે જ્યારે રાહુલ ગાંધીએ બેરોજગારી, દેવામાંફી અને રાફેલને લઈ ભાજપ પર હમલો કર્યો છે.
ઘણા મોટા ચહેરા મેદાનમાં
આ ચરણમાં ઘણા દિગ્ગજ નેતાઓનું રાજનૈતિક ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જશે. જેમાં નાગુરથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ગૌતમબુદ્ધ નગરથી કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા, ગાજિયાબાદથી વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહ, હરિદ્વારથી ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, મુઝફ્ફરનગરથી ચૌધરી અજિત સિંહ, હૈદરાબાદથી એમઆઈએમ પ્રમુખ અસદ્દુદ્ધીન ઓવૈસી, બાગપતથી ભાજપ નેતા ડૉ. સત્યપાલ સિંહ અને જમુઈથી ચિરાગ પાસવાનનું સામેલ છે.
આ રાજ્યોમાં પહેલા ચરણમાં જ ખતમ થઈ જશે ચૂંટણી
તેલંગાણા- 17 સીટ
આંધ્ર પ્રદેશ- 25 સીટ
અરૂણાચલ પ્રદેશ- 2 સીટ