મધ્યપ્રદેશનું શાસન સંભાતા જ મુખ્યમંત્રી કમલનાથે ખેડૂતોના રૂપિયા 2 લાખ સુધીના દેવા માફ કરી નાખ્યા છે. આ ઉપરાંત તેમણે ખેડૂતોની લોન અંતર્ગત ફાઈલ ઉપર પણ હવે હસ્તાક્ષર કરી નાખ્યા છે. કમલનાથે આ હસ્તાક્ષર તમામ અધિકારીઓની ઉપસ્થિતમાં કર્યા છે.
વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ખેડૂતોને સરકાર બનશે તો દેવુ માફ કરવાનું વચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો અમારી સરકાર બનશે તો અમે 10 દિવસની અંદર જ ખેડૂતોના દેવા માફ કરીશું. પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી અને કમલનાથે તમામ રેલીમાં ખેડૂતોને મધ્યમાં રાખી તેમના દેવા માફ કરવા અંગે વચનો આપ્યા હતા. જે વચન કમલનાથે શપથ લેતા જ હવે પૂર્ણ કર્યું છે.
પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી, રણદિપ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા તથા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ મોદી સરકાર પર પ્રહાર કરી ઉદ્યોગપતિઓને આ સરકાર ફાયદો કરાવતી હોવાનું જણાવ્યું હતું. એક ઈન્ટરવ્યુંમાં કમલનાથે કહ્યું હતું કે હું વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી રહિ ચુક્યો છું. તેથી મને દેશની અર્થવ્યવસ્થાની સુઝ છે. આ રાજ્યના 70 ટકા લોકો ખેતી પર નિર્ભર છે અને ઘણા લોકો એવા પણ છે કે જેઓ છુટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે.