લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજ્યની સત્તા પર રહેલી કોંગ્રેસ સરકારે ભાપલ સ્થિત આરએસએશના કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી તેમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ નારાજ થઈ ગયા છે.
તેઓએ ટ્વીટ કરીને મુખ્યમંત્રીને સુરક્ષા વ્યવસ્થાને ફરીથી પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી છે. દિગ્વિજયે ટ્વીટ કરીને કહ્યું કે, 'ભોપાલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાર્યલયમાંથી સુરક્ષા હટાવવી ખરેખર ઉચિત નથી હું મુખ્યમંત્રી કમલનાથજીને વિનંતી કરું છું કે, તત્કાલ પુનઃપર્યાપ્ત સુરક્ષા આપવાનો આદેશ આપે.'
મોડી રાત્રે ભોપાલમાં સ્થિત આરએસએસ કાર્યાલયના સમિધા ભવન પર સુરક્ષામાં તૈનાત એસએએફના જવાનોને હટાવી લેવામાં આવી અને સુરક્ષામાં તૈનાત જવાનોના તંબૂને ઉખાડી લીધા છે. અહીં 2009થી એસએએફને તૈનાત કરવામાં આવ્યા હતા.