ચૂંટણીમાં પૈસાના ખોટા ઉપયોગને રોકવા માટે તમિલનાડુમાં ઈલેક્શન કમિશનનો એક્શન મોડ ચાલુ છે. મંગળવારે રાત્રે કમિશનનની ટીમે થેની જિલ્લાના અંડીપટ્ટીમાં અમ્મા મક્કલ મુનેત્ર કડગમના દફ્તરમાં દરોડા પાડ્યા.
આ દરમિયાન ટીમ અને એએમએમકે કાર્યકર્તાઓ વચ્ચે ચકમક પણ થઈ. પોલીસ ટીમે હવામાં ફાયરિંગ કર્યું અને ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી લીધી છે. આ પહેલા કાલે અવકવેરા વિભાગની ટીમે ચૂંટણી અધિકારીઓની સાથે મળીને ડીએમકે નેતા કનિમોઝીને ત્યાં પણ દરોડા પાડ્યા હતા.
મંગળવારે સાંજ 9.30 વાગ્યાથી શરૂ થયેલા દરોડા સવારે 5.30 વાગ્યે પુરા થયા. આ દરમિયાન ટીમે લગભગ 1 કરોડ 40 લાખ રૂપિયા જપ્ત કર્યા. આ પૈસા ઘણા પેકેટોમાં રાખવામાં આવ્યા હતા.
આ પેકેટ્સ પર વોર્ડ નંબર લખેલા હતા અને દરેક વોટરને 300 રૂપિયા આપવાનો હિસાબ પણ લખેલો છે. જો કે, ઈલેક્શન કમિશનની ટીમનું કહેવું છે કે હવે જપ્ત કરાયેલા રૂપિયાની ગણતરી કરવામાં આવશે. ત્યાર બાદ જ સટીક આંકડા જાહેર કરવામાં આવશે.