ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી દ્વારા અમદાવાદમાં આયોજિત '60 વર્ષમાં કોંગ્રેસનું યોગદાન' વિષય પર પ્રદર્શનોનો પ્રારંભ થયો હતો. જે દરમિયાન એહમદ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશને આર્થિક આઝાદી અપાવવા માટે પણ કોંગ્રેસે બલિદાનો આપ્યા છે. અત્યારે જે લોકોએ દેશના વિકાસ માટે કશું ક્યું નથી એ લોકો આજે કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, માત્ર ભાષણો આપવાથી દેશનું હિત નહીં થાય અને ભાષણોથી જ દેશને અખંડ ન રાખી શકાય.
ભાજપ પર પ્રહાર કરાત કહ્યું કે, જેમણે કંઇ કર્યું નથી એવા લોકો કોંગ્રેસની ટીકા કરે છે, કોંગ્રેસને આવા સવાલ પૂછતા પણ તેમને શરમ નથી આવતી. ભાજપ ચૂંટણી સમયે જ સરદાર પટેલ અને બાબા સાહેબને યાદ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે, માત્ર ભાજપે જ રાષ્ટ્રવાદનો ઠેકો નથી લીધો. દેશના કરોડો લોકો દેશપ્રેમી છે.
મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, વિરોધ પક્ષ હોય કે સામાન્ય નાગરિક કોઇપણ તેમને ભૂલ બતાવે તો તેના પર અત્યાચાર કરે છે.
પુલવામા પર તેમણે કહ્યું કે, કાશ્મીરએ ભારતનું અવિભાજ્ય અંગ છે અને સરકારની ભૂલના કારણે જ સીઆરપીએફના જવાનોએ પુલવામામાં શહીદી વહોરવી પડી છે. ભારતની સરખામણી કરવાની પાકિસ્તાનની ઓકાત નથી. આપણા દેશના જવાનો ક્યાં સુધી શહીદ થતા રહેશે.?