લોકસભા ચૂંટણી 2019ને લઈ મહાસંગ્રામમાં ફેરવાઈ ગયેલા માહોલ વચ્ચે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે 20 ટકા ગરીબ પરિવારોને દર વર્ષે 72 હજાર રૂપિયા આપશે. જે પરિવારની આવક 12 હજાર રૂપિયા મહિનેથી ઓછી છે, તેમના ખાતામાં વર્ષે 72 હજાર રૂપિયા મોકલવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ન્યૂનતમ આવક યોજના શરૂ કરશે. કોંગ્રેસ ગરીબોને ન્યાય આપશે. 20 ટકા સૌથી ગરીબ પરિવારોને, કોંગ્રેસ સરકાર દર વર્ષે 72 હજાર રૂપિયા આપશે. જે પરિવારની આવક 12 હજારથી ઓછી છે, તેને આ યોજનાનો ફાયદો મળશે. ધીરે-ધીરે અમે 25 કરોડ લોકોને ગરીબીથી બહાર નિકળવામાં સફળતા પ્રાપ્ત કરીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગરીબી દૂર કરવા માટે કોંગ્રેસ મનરેગા લાવી હતી, હવે અમે ન્યૂનતમ આવકની ગેરન્ટી આપવા જઈ રહ્યા છીએ. મનરેગા મારફતે દેશના 14 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. અમે દેશમાંથી ગરીબી ખતમ કરવા માંગીએ છીએ. કોંગ્રેસે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોનું દેવુ માફ કરવાનો વાયદો કર્યો હતો. અમે 20 દિવસમાં અમારો વાયદો પુરો કર્યો.