વારાણસી સીટથી પ્રધાનમંત્રી મોદી આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા બુથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના રોડ શોની સફળતાની ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું કે " સૌથી પહેલા તો આપ સૌને ખુબ ખુબ ધન્યવાદ, કાલે જે હું દ્રશ્ય જોઇ રહ્યો હતો તેમાંથી મને તમારાં પરિશ્રમ અને પરસેવાની સુગંધ આવી રહી હતી. એક એક પગલે હું અનુભવ કરતો હતો કે કાશીના કાર્યકર્તાઓ એ આટલી ગરમીમાં જઇને આર્શીવાદ માંગ્યા છે. હું એક બુથ કાર્યકર્તા હતો. મને પણ દિવાલો પર પોસ્ટર લગાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ".
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે " દેશભરના કાર્યકર્તાઓની મહેનત આજે કશ્મીર થી કન્યાકુમારી સુધી, કાશી ઘાટથી પોરબંદર સુધી ઉત્સાહનો માહોલ જોવા મળે છે. દેશના લોકો બોલી રહ્યા છે. કે ફરી એક વાર મોદી સરકાર. આપણા દેશમાં ઘણી ચૂંટણીઓ થઇ છે. પરંતુ આ ચૂંટણી બાદ પોલિટિકલ પંડિતોને સામનો કરવો પડશે. કારણકે આઝાદી પછી પહેલી વાર પ્રો ઇન્કમબેંસી લહેર દેખાઇ રહી છે ".
કાશીમાં પીએમ મોદીએ કહ્યુ કે" સરકાર બનાવી તે જનતાનું કામ છે. અને સરકાર ચલાવવું તે અમારી જવાબદારી છે. અને તે જવાબદારી મે પુરી રીતે નિભાવી છે. તમને હું કાર્યકર્તા તરીકે જ હિસાબ આપુ છું, કાર્યકર્તા તરીકે પાર્ટીએ પ વર્ષમાં મારી પાસે જેટલો સમય માંગ્યો મે એક વાર પણ ના નથી પાડી. મારા અંદરના કાર્યકર્તાને ક્યારે પણ મરવા નથી દીધો. પ્રધાનમંત્રી મોદીના રૂપમાં જે પણ જવાબદારી નિભાવુ છું, તે પ્રમાણે સાંસદના રૂપમાં પણ પોતાની જવાબદારી પ્રત્યે એટલો જ સજાગ છું ".