ઉત્તરાખંડના પ્રવાસે નિકળેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે દેહરાદુન પહોંચી ગયા છે, પરંતુ ખરાબ હવામાનના કારણે તે એરપોર્ટ પર જ ફસાયા છે. જ્યાંથી તેઓને રુદ્રપુર જવાનું છે જ્યાં તેઓ સભાને સંબોધિત કરવાની છે.
પ્રધાનમંત્રી આજે સવારે સવા 7 વાગ્યે જ એરપોર્ટ પહોંચ્યા, પરંતુ ત્યારથી જ ખરાબ હવામાનના કારણે ફસાયા છે. એડીજીપી ઓશોક કુમારે જણાવ્યુ કે તેઓ હવામાનમાં સુધારો થવાની રાહ જોઈ રહ્યા છે.
મોદીને એક ચૉપર મારફતે દેહરાદુનથી રુદ્રપુર જવાનું છે, પરંતુ હવામાન ખરાબ છે, જ્યારે આજે સવારથી જ વરસાદ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી ન ફક્ત રુદ્રપુરમાં જનસભાને સંબધિત કરવાના છે પરંતુ તેઓ ત્યાં કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સહિત ઘણા વિકાસોન્મુખ પરિયોજનાઓને લૉન્ચ કરશે.
Advertisement
Advertisement