મોમોસ ખૂબ જ ટેસ્ટી સ્નેક્સ છે. તેને દરેક લોકો ખાવાનું પસંદ કરે છે. હાલના સમયે કોરોના વાયરસના કારણે ઘણા લોકો બહારનું ખાવાનું ટાળતા હોય છે. આજે અમે તમને ઘરે જ એકદમ ટેસ્ટી મોમોસ બનાવવાની રીત જણાવીશું. આજે અમે ઘઉંના લોટથી સ્વાદિષ્ટ પનીર મોમોસ બનાવવાની રેસીપી જણાવીશું…
ઘઉંના લોટથી પનીર મોમોસ બનાવવા માટે જરૂરી સામગ્રી
1 કપ ઘઉંનો લોટ, પનીર, અડધો કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ઝીણી સમારેલી ડુંગળી, 2 સમારેલા મરચા, અડધો કપ સમારેલી ગાજર, અડધો કપ શિમલા મરચા ઝીણા સમારેલા, 1 ચમચી આદુ ઝીણો સમારેલો, અડધી નાની ચમચી કાળા મરી, એક ચપટી ખાંડ, મીઠુ સ્વાદમુજબ, તેલ.
Advertisement
બનાવવાની રીત
- સૌ પહેલા એક પેન લો હવે તેમા થોડુ તેલ ગરમ કરો અને તેમા લસણને હળવેથી ફ્રાઈ કરો. હવે તેમા બધી શાકભાજીઓ અને પનીર નાખીને થોડી સીઝવો અને તેમા ખાંડ અને મીઠુ નાખીને બે મિનિટ સુધી બફાવા દો. હવે ગેસ બંધ કરી દો.
- એક જુદા વાસણમાં લોટ અને મીઠુ મિક્સ કરી ગૂંથી લો. હવે તેના નાના-નાના લૂઆ બનાવો. તેને વણીને તેમાં શાકભાજીઓનું મિક્સચર નાખીને કિનારા પર હળવા હાથથી પાણી લગાવતા તેને મોમોઝની રીતે ફોલ્ડ કરી લો. (મોદક જેવા)
- હવે સ્ટીમરમાં પાણી ગરમ કરો અને મોમોસને 10-15 મિનિટ સુધી વરાળમાં બાફી લો. યોગ્ય બફાઈ ગયા પછી તેને બહાર કાઢી લો.
- તો તૈયાર છે ટેસ્ટી મોમોસ
Advertisement