વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ દક્ષિણ ગુજરાતમાં વિવિધ ચાર સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે. તાજેતરમાં જ તેમણે દાદરાનગર હવેલીમાં કેટલાક કામોનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદી સુરત અને નવસારીમાં અનેક કાર્યક્રમો હાજરી આપશે. ધનેશ્વર ફ્લાઇટ અને હોસ્પિટલના ઉદાહરણ સાથે સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત નવસારી નજીકના દાંડી ખાતે સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ૧૦૦૦ કરોડથી વધારેના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. તે સિવાય વડાપ્રધાન મોદી સુરતમાં નવા બ્રિજનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન મોદી સુરતના નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમૂહર્ત કરશે. સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટને પણ લીલી ઝંડી આપશે. સાથે સુરતના રામપુરામાં આવેલી વિનસ હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કરશે અને ત્યાંથી એરપોર્ટ થઇને નવસારીના દાંડી ખાતે જશે.
નવસારીમાં ઐતિહાસિક દાંડી સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું પણ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરાશે. ઉલ્લેખનીય છે દાંડી યાત્રાનું ભારતમાં ખૂબ મહત્વ છે. નવસારીમાં કરોડો રૂપિયાના ખર્ચે સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે. દાંડીમાં મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.
દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો છે. 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે. ઉપરાંત અહી ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે
તે સિવાય વડાપ્રધાન મોદી સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપશે અને લોકોને સંબોધશે. અહીં ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં હાજરી આપશે. જ્યાં તેઓ 15000 પ્રોફેશનલ સાથે સંવાદ કરશે. અહીં તેઓ રિવોલવિંગ સ્ટેજ પરથી લોકો સાથે વાતચીત કરશે. બાદમાં સાંજે વડાપ્રધાન મોદી દિલ્હી પરત જવા રવાના થશે.