CBIના પૂર્વ ડાયરેક્ટર આલોક વર્માએ હવે IPSના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. આ નિર્ણય લેતા પહેલા આલોક વર્માએ D.G ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડનું પદ સ્વિકારવાનો પણ ઈન્કાર કર્યો હતો.ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી સમિતિએ તેમને CBI ચીફના પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.અને તેમની ટ્રાન્સફર D.G ફાયર સર્વિસ એન્ડ હોમગાર્ડમાં કર્યું હતું. મહત્વનું છે કે DOPT સરકારનું જ એક વિભાગ છે જ્યાં સરકારી મશીનરીમાં ટોપના ઓફિસરની નિમણુક થાય છે.ગુરુવારે જ્યારે CBIના ડાયરેક્ટરની નિયુક્તિ માટેની બેઠક મળી ત્યારે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.કે.સીકરી અને કોંગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન પણ બેઠકમાં હાજર હતા.
DOPTના સચિવ ચંદ્રમૌલીને આલોક વર્માએ પત્ર લખીને જણાવ્યું કે જ્યારે CBI પદ પરથી તેમને હટાવવાનો નિર્ણય કરાયો ત્યારે પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો તેમને નહતો મળ્યો.તેમણે વધુમાં લખ્યું હતું કે CVCની આખી રિપોર્ટ એ શખ્સના નિવેદન પર આધારિત છે. જેની તપાસ ખુદ CBI કરી રહી છે.
23 ઓક્ટોબર 2018ના રોજ કેન્દ્ર સરકારે આલોક વર્માને તેવા સમયે રજા પર ઉતારી નાખ્યા જ્યારે CBIમાં નંબર-2 રાકેશ અસ્થાના સાથે તેમનો જુથવાદ સાર્વજનિક થયો હતો.CBIમાં નંબર-1 અને નંબર-2નો આ જુથવાદ સત્તા અને અહમથી ભરેલો હતો.આલોક વર્માએ નાયબ CBI રાકેશ અસ્થાના વિરૂદ્ધ ભ્રસ્ટ્રાચારના આરોપો લગાવ્યા હતા.જ્યારે રાકેશ અસ્થાનાએ ફરિયાદ કરી કે તેમના બોસ ખુબ ભ્રસ્ટ્રાચાર કરી રહ્યા છે.